Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઇટાલીમાં ૧ દિવસમાં ૧૦૦૦ના મોત

રોમ,તા.૨૮: ઈટાલી હાલ પૂરતું તો કોરોના વાયરસની મહામારીમાંથી બહાર આવે તેવી કોઈ જ આશા નથી દેખાતી. ગત અઠવાડિયામાં એક-બે દિવસ મૃત્યુઆંક ઓછો આવ્યો તો એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં જ ઈટાલી આ મહામારીમાંથી બહાર આવી શકે છે. જોકે, શુક્રવારે ફરી એકવાર ભયાનક રેકોર્ડ નોંધાવતા કોરોનાએ ઈટાલીમાં આશરે ૯૨૦ લોકોનો જીવ લીધો હતો. જયારે દુનિયાભરમાં આ ખતરનાક વાયરસથી મરનાર લોકોની સંખ્યા ૨૭,૦૦૦ ઉપર થઈ છે.

તાજેતરના જ રિપોર્ટ અનુસાર શુક્રવારે ઈટાલીમાં મરનારની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. ત્યાં સુધી કે એક જ દિવસમાં ૯૧૯ લોકોના મોત થયા છે. જેથી યુરોપના દેશમાં મૃત્યુઆંક ૯,૧૩૪ થયો છે. અહીં ૮૬,૪૯૮ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જયારે માત્ર ૧૦,૯૫૦ જ સ્વસ્થ થયા છે. આ અઠવાડિયામાં બે વાર મૃત્યુઆંક ઓછો આવવાના કારણે મેડિકલ સ્ટાફને રાહત લાગતી હતી પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે તે ભયજનક છે. ઈટાલી પછી સૌથી વધારે મૃત્યુ સ્પેનમાં થયા છે. જયાં એક જ દિવસમાં ૫૬૯ લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ અહીં મૃત્યુઆંક ૪,૯૩૪ થયો છે. અમેરિકાએ દુર્ભાગ્યપૂર્ણ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. અહીં કોરોના વાયરસના ઈન્ફેકશનના ૭,૮૯૪ નવા કેસ સાથે જ અહીં કુલ ૯૩,૩૨૯ લોકો કોરોના પોઝિટિવ છે. અહીં ૧,૩૮૪ લોકોના મોત થઈ ચૂકયા છે.

(11:21 am IST)