Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

૧૮૦૦૦ નવા કેસ

અમેરિકામાં ૨૪ કલાકમાં ૩૪૫ મોત પીડીતોની સંખ્યા ૧ લાખને પાર

વોશિંગ્ટન,તા.૨૮:ઈટાલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશકિત અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પીડાઈ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં દ્યાતક કોરોના વાયરસ કોવિડ-૧૯ના કારણે ૩૪૫ લોકોના મોત થયા છે. જયારે આ સંક્રમણના ૧૮૦૦૦ નવા કેસ સામે આવ્યાં છે. અમેરિકામાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે ૧૫૫૦ ની નજીક પહોંચી ગઈ છે. જયારે એક લાખથી વધુ લોકો તેની ચપેટમાં આવ્યાં છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડને હવે ગાડીઓના નિર્માણની જગ્યાએ વેન્ટિલેટર મશીનો બનાવવાનું કહ્યું છે. વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોવિડ-૧૯ અમેરિકામાં જંગલમાં લાગેલી આગની ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ન્યૂયોર્ક સૌથી વધુ પ્રભાવિત થયું છે. અમેરિકાના કુલ સંક્રમણના કેસોમાંથી અડધાથી વધુ અહીંથી છે. એવા અહેવાલો છે કે ન્યૂયોર્કની હોસ્પિટલોમાં હવે ઓકિસજન, કેથિટર (નળીઓ) અને દવાઓની પણ અછત વર્તાઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં અનેક વિશેષજ્ઞોએ આશંકા વ્યકત કરી છે કે જો ન્યૂયોર્કમાં સ્થિતિ નિયંત્રણમાં ન આવી તો અહીં ચીનના વુહાનથી પણ ગંભીર હાલાત પેદા થઈ શકે છે.  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બગડી રહેલી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર પાછી લાવવા માટે ૨ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી છે. અમેરિકી અર્થવ્યવસ્થાના આધુનિક ઈતિહાસમાં આ સૌથી મોટું રાહત પેકેજ છે. આ રાહત પેકેજ હેઠળ સરકાર અર્થવ્યવસ્થાને કોરોનાના સંકટથી બહાર કાઢવા મા્ટે બેરોજગારોને વ્યકિતગત લાભ, ચૂકવણી, રાજયોને પૈસા અને વેપાર જગતને જરૂરી રાહત મળશે.

કોરોનાનો કહેર

અમેરિકા

૨૪ કલાકમાં ૩૪૫ મોતઃ ૧૮૦૦૦ નવા કેસઃ ૧ લાખ કેસ

ઈટાલી

૧ દિવસમાં ૧૦૦૦ના મોતઃ મૃત્યુઆંક ૯૦૦૦

સ્પેન

૨૪ કલાકમાં

૭૧૮ના મોત

ફ્રાન્સ

૨૪ કલાકમાં ૨૯૯ના મોતઃ ૧૯૯૫ મૃત્યુઆંકઃ ૩૨૯૬૪ સંક્રમિત

ભારત

૨૪ કલાકમાં ૧૪૯

નવા કેસઃ ૮૭૩ દર્દીઃ

કુલ ૨૦ મોત

(11:19 am IST)