Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઇન્ફોસિસ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરને કોરોનાની પોસ્ટ કરવી ભારે પડી, પોલીસે કરી ધરપકડ: કંપનીએ કાઢી મુક્યો

આરોપી મુજીબ મોહંમદે ફેસબુક પોસ્ટ કરીને લોકોને કોરોના ફેલાવવા કહ્યું હતું

બેંગ્લુરુ : જાહેરમાં લોકોને છીંકવા અને કોરોના વાયરસને ફૈલાવવા માટે લોકોને ઉશ્કેરનાર આરોપી ઈન્ફોસિસના સોફ્ટવેર એન્જિનિયર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો હતો. કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી છે. પુછપરછમાં તેણે પોતાનું નામ મુજીબ મોહમ્મદ જણાવ્યું હતું. તેને પોતાના ફેસબુક પર પોસ્ટ કરી લોકોને કોરોના ફેલાવવા કહ્યું હતું. ઈન્ફોસિસે તેને નોકરીમાંથી કાઢી મુક્યો છે. જાણો તેણે શું લખ્યું હતુ.

મોહમ્મદે તેના ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું કે, 'આવો સાથે આવો, બહાર નિકળો, ખુલ્લામાં છીંકો અને વાયરસ ફેલાવો. ' બેંગ્લુરુના સંયુક્ત પોલીસ આયુક્તના સદીપ પાટિલે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે જે વ્યક્તિએ લોકો ખુલ્લામાં છીંકવા અને વાયરસ ફેલાવવાની વાત કરી હતી. તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેનું નામ મુજીબ છે અને તે એક સોફ્ટવેર કંપની ઈંફોસિસમાં કામ કરે છે. આઈટી કંપની ઈન્ફોસિસને શુક્રવારે કહ્યું કે તે કોરોના વાયરસ સાથે જોડાયેલી અયોગ્ય પોસ્ચ સોશિયલ મીડિયા પર કરી છે. એટલું જ નહીં કંપનીએ તેને કાઢી મુક્યો છે

 સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવેલા કેસમાં ઈન્ફોસિસે પ્રતિક્રિયા આપી છે. ઈન્ફોસિસે પોતાના સત્તાવાર હૈડલ પરથી ટ્વીટ કરી કહ્યું કે કર્મચારી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ આચાર નિયમાવલીની વિરુદ્ધ હતી. તેણે એમ પણ કહ્યું કે,'ઈન્ફોસિસે પોતાના એક કર્મચારી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની સમગ્ર તપાસ પુરી કરી દીધી છે. અને અમે એવુ માનીએ છીએ કે આ ખોટી ઓળખનો કેસ નથી

(10:19 am IST)