Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સાવધાન : સ્ટે એટ હોમની નીતિ અપનાવો : કોરોનાની ભયાનકતા સામે આપણે, આપણો પરિવાર અને દેશ બચાવવો થઇ શકે છે મુશ્કેલ

ચીને લોકોને ઘરમાં જ રાખવા બળપ્રયોગ કરેલો જ્યારે પીએમ મોદીએ વિનંતી કરી તેનો મર્મ સમજવો અતિ જરૂરી

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ઝડપથી આખી દુનિયાને ઝપટે લઇ રહયો છે કોરોના વાયરસ ચીનથી શરૂ થઇને ગણતરીના દિવસોમાં જ દુનિયાના ૧૯૫ દેશોમાં પહોંચી ગયો છે. તેની ભયાનકતા જોઇને ભલભલા ફફડી રહ્યાં છે. ચીનમાં વુહાન નામના શહેરમાં ૨૦૨૦ની શરૂઆતમાં આ રોગ ફેલાયો અને ત્યાના લોકોને પોલીસ દ્વારા જે બળજબરીપૂર્વક ઘરોમાં રાખવામાં આવે છે તેના વિડિયો જોઇને ઘણાને એમ થતું હતું કે ચીન સરકાર તેમના પર અત્યાચાર કરી રહી છે. પરંતુ જેમ જેમ તેની ભયાનકતા અને ચીન પછી ઇટલી અને અમેરિકામાં આ રોગે પોતાનો પંજો ફેલાયો તે જોઇને હવે એમ લાગે છે કે ચીનના સત્તાવાળાઓ લોકોને આ રોગથી બચાવવા તેમને ઘરમાં જ રહેવા જે બળપ્રયોગ કરતાં હતા તે યોગ્ય હતું.!

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધઝનમાં વારંવાર બે હાથ જોડીને લોકોને ઘરોમાં જ રહેવા જે અપીલ કરી તેનો મર્મ લોકોએ સમજીને આ રોગથી બચવું હોય તો સ્ટે એટ હોમની નીતિ હાલમાં અપનાવવી જ પડશે.

કેન્દ્ર સરકાર અને તમામ રાજય સરકારોએ બાબત સારી રીતે જાણે છે કે કોરોનામાં હવે શું થવાનું .! તેથી દરેક રાજયમાં તાબડતોડ ૫૦૦ કે ૧૦૦૦ બેડની કામચલાઉ હોસ્પિટલો યુધ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહી છે. જેમ જેમ સમય જશે તેમ તેમ કોમ્યુનિટી ટ્રાન્સમિટ દ્વારા એટલે કે એકબીજાના સંપર્કમાં આવીને જેઓ આ રોગના લક્ષણો ધરાવે છે તેમની સંખ્યા રાતોરાત વધી જવાની છે. અને એક તબક્કે કદાજ હોસ્પિટલોમાં જગ્યા જ નહીં રહે! સરકારે આર્મીને પણ પણ તૈયાર રહેવા જણાવ્યું છે. અને અમેરિકાની જેમ ભારતમાં પણ કોરોના સામે લડવા આર્મીને મેદાનમાં ઉતારવી પડે તો પણ નવાઇ નહીં.

ઙ્ગ આવું ભારતમાં કયારેય બન્યું નથી. ૧૩૦ કરોડની આબાદીવાળો દેશ જાણે થંભી ગયો વિમાન,-ટ્રેન-બસો-વાહનો બધુ જ બંધ. લોકો અમુક દિવસ એકબીજાથી દૂર રહે તો કોરોનાના વાઇરસના ફેલાવાનો જે ચક્ર છે તે તૂટી જાય. અને રોગનો ફેલાવો અટકે., ગુજરાત અને દેશના કેટલાક લોકો તેને હળવાશથી લઇ રહ્યાં છે. પરંતુ જયારે સૂમસામ રોડ પરથી રાતના સન્નાટાને વિંધીને એમ્બ્યુલન્સની ગાડીઓ એક પછી એક એક સાથે સાયરન વગાડતી નિકળશે ત્યારે તે સાંભળીને લાગશે કે આ શું થઇ ગયું.! આ એક સંભવિત સત્ય બનવાનું સત્તાવાળાઓ જાણે છે તેથી ઓછામાં ઓછા લોકોને હોસ્પિટલમાં રાખવા પડે તે માટે લોકોને ઘરમાં રહેવા કહી રહ્યાં છે.

ઙ્ગઙ્ગ આરોગ્ય નિષ્ણાતોએ સરકારને જાણ કરી જ છે કે આ રોગના દર્દીઓ કયારે એકાએક વધશે. જેમ કે અમેરિકામાં એક જ દિવસમાં ૧૦ હજાર કેસો બહાર આવ્યાં તેમ ભારતમાં પણ નહીં થાય એમ માની લેવાની જરૂર નથી. તે માટે એ લોકો જવાબદાર હશે કે જેઓ સરકારની મનાઇ છતાં મોજમજા માટે લોકડાઉનમાં ટહેલવા નિકળતા હતા ! ૬ કરોડની વસ્તી ધરાવનાર અમેરિકાની આ હાલત છે તો ૧૩૦ કરોડની વસ્તીવાળા ભારતમાં આ રોગ બોંબની જેમ બહાર આવશે ત્યારે તેની ભયાનકતાનો લોકોને ખ્યાલ આવશે અને જેઓ ઘરમાં રહ્યાં તેઓ વિચારશે કે હાશ.આપણે બચી ગયા, એમ કહી શકાય કે ભારત કોરોનાના ટાઇમ બોંબ પર બેઠુ છે

ઙ્ગઙ્ગ કોરોના સામેની બેદરકારી ભારતને સામાજિકની જેમ આર્થિક રીતે પણ ભારે પડી શકે. બધુ જ ઠપ્પ. આવશ્યક ઉત્પાદન અને સેવા સિવાય બધુ જ બંધ છે લોકોને એકબીજાથી દૂર રાખવા માટે. આર્થિક બાબત પર જો નજર નાંખીએ તો, કોરોના વાયરસ અને ૨૧ દિવસના લોકડાઉનની ભારતીય અર્થતંત્ર પર માઠી અસર પડશે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો વિકાસ દર ઘટીને ૨.૬ ટકા પર પહોંચી ત્રણ દાયકાના તળીયે આવી જશે તેમ દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર દ્વારા જણાવાયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલ પણ આર્થિક વિકાસના દરના અગાઉના ૫.૨ ટકાના અંદાજને ઘટાડીને ૩.૫ ટકા કરી ચૂકી છે.ઙ્ગઙ્ગ ૨૦૨૦માં પણ આ જ પ્રકારે ગ્લોબલ જીડીપી ઘટશે તેવો અંદાજ વ્યકત કરતાં એસબીઆઈનું રિસર્ચ જણાવે છે કે દુનિયાના જીડીપીમાં ભારતનો હિસ્સો ૩.૫ ટકા છે, અને તેમાં બે ટકાનો ઘટાડો થવાની શકયતા છે. આ સિવાય રિયલ જીડીપીમાં ૨૧ દિવસના લોકડાઉનને કારણે ૧.૭ ટકા જેટલી નકારાત્મક અસર પડશે. લોકડાઉનને કારણે ૭૦ ટકા જેટલી ઈકોનોમી થંભી ગઈ છે. જેથી ૨૦૨૧માં જીડીપી ૨.૬ ટકા રહી શકે છે, આ એક નકારાત્મક ટ્રેન્ડ છે અને ૨૦૨૦-૨૧ના પહેલા કવાર્ટરમાં તેની અસર દેખાશે. FY20નો જીડીપી રેટ પણ ૫ ટકાથી ઘટીને ૪.૫ ટકા થશે અને ચોથા કવાર્ટરમાં જીડીપી રેટ ૨.૫ ટકા રહેશે.ઙ્ગઙ્ગ એસબીઆઈના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષના જણાવ્યા અનુસાર, લોકડાઉનને કારણે ૮ લાખ કરોડ રુપિયાનું નુકસાન જશે, આવકમાં ૧.૭૭ લાખ કરોડનો ઘટાડો થશે, અને મૂડી આવક ૧.૭ લાખ કરોડ ઘટશે. છેલ્લા ૬૦ વર્ષમાં વૈશ્વિક જીડીપીમાં ૨૦૦૯ના વર્ષમાં જ ૧.૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

(10:11 am IST)