Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

RBI દ્વારા ઘટાડેલા વ્યાજ દરોથી તમારી હોમ લોન પર થશે દર મહિને કેટલા હજારની બચત

મુંબઇ, તા.૨૮: શુક્રવારે RBI એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ક્રમશઃ ૭૫ આધાર અંક અને ૯૦ આધાક અંકનો ઘટાડો કર્યો છે. જેના કારણે હોમ લોન અને ઓટો લોન પર ભરવાની ઈએમઆઈ પર ઘટાડો થશે.

કોરોના વાયરસના કારણે આર્થિક સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને RBI એ સામાન્ય લોકો અને નાના વેપારીઓને મોટી રાહત આપી છે. RBI એ ચાલુ વિત્ત્। વર્ષના અંતિમ મૌદ્રિક સમીક્ષાની જાણકારી આપી. ત્યાર બાદ તે ઘટીને ૪.૪ પર આવી ગઈ. રિવર્સ રેપો રેટમાં પણ ૯૦ આધાર અંકનો દ્યટાડો કરવામાં આવ્યો છે. જેના તે પણ ઘટીને ૪ ટકા પર આવી ગઈ.

RBI ના આ નિર્ણય બાદ હોમ લોનની ઈએમઆઈ પર ઘટાડો આવશે. આજે અમે તમને તેની જાણકારી આપશું કે તમારી ઈએમઆઈ પર તેની કેટલી અસર થશે.

ઈએમઆઈ પર કેવી રીતે થાય છે રેપો રેટની અસર ?

જયારે RBI કોઈ બેન્કને લોન આપે છે ત્યારે તેના પર લાગતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. જયારે RBI આ વ્યાજ દ્યટાડે છે ત્યારે તેનો લાભ બેન્ક તેના ગ્રાહકોને આપે છે. જેના કારણે હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈ પર ઓછું વ્યાજ લાગે છે. RBI દ્વારા ઘટાડવામાં આવેલા વ્યાજ દરને કારણે ઉમ્મીદ કરવામાં આવે છે કે બેન્ક તેના ગ્રાહકોને તેનો લાભ આપશે.

માની લો કે તમે એસબીઆઈ પાસેથી ૨૦ વર્ષ માટે ૩૦ લાખની લોન લીધી છે. આ લોન પર તમારે ૭.૮૫ ટકા વ્યાજ આપવાનું થાય છે. હવે RBI દ્વારા રેપો રેટમાં કરેલા ઘટાડા બાદ વ્યાજ દર ૭.૧૦ થઈ જશે. પહેલા તમારે લોન પર ૭.૮૫ ટકાના વ્યાજ દરે દર મહિને ૨૪,૮૧૪ રૂપિયાની ઈએમઆઈ ભરવી પડતી હતી. આ પ્રકારે ૩૦ લાખની લોન પર ૨૦ વર્ષમાં તમે ૨૯.૫૫ લાખ રુપિયા માત્ર વ્યાજ જ ચુકવશો.

પરંતુ RBI ના નિર્ણય બાદ ૭.૧૦ ટકાના વ્યાજ દર સાથે તમારે ૨૩,૪૩૯ રૂપિયાની ઈએમઆઈ ભરવાની રહેશે. આ પ્રમાણે તમારે ૨૦ વર્ષ માટે ૩૦ લાખની લોન માટે કુલ ૨૬.૨૫ લાખ રૂપિયાનું વ્યાજ આપવાનું રહેશે. આ પ્રકારે હર મહિને તમારી ઈએમઆઈ પર ૧૩૭૫ રૂપિયાની બચત થાશે. કુલ વ્યાજમાં પણ ૩.૨૫ લાખની બચત થાશે.

(10:08 am IST)