Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે પ્રથમ વખત કાશ્મીરની મસ્જીદોમાં નમાજ એ જુમ્મા અદા કરવા ન આવ્યા નમાજી

જમ્મુ , તા.ર૭ :  કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદના ૩૦ વરસના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે શુક્રવારની નમાજ-એ-જુમ્મા પર કાશ્મીરની મસ્જિદોમાં નમાજી ન પહોંચયા આવું એટલા માટે બન્યું કે કોરોનાના ખતરાને ધ્યાને લઇ પ્રશાસનને  કડક ચેતવણી મળી હતી અને બધા જ ધાર્મિક સ્થળો બંધ કરાવી દીધા હતા.

કાશ્મીરમાં કોરોનાને કારણે એક મોત થયું છે. મસ્જીદોમાં નમાજ ન થઇ -અજાન થઇ નમાજ પઢવા કોઇ આવ્યું નહીં શ્રીનગર પ્રશાસનએ ગુરૂ દ્વારો, મંદિર અને મસ્જીદો બંધ કરવાનો આદેશ પહેલા જ આપી દીધો છે. સરકારી આદેશોનું ઉલ્લંધન કરનારા સાથે કાનૂની કાર્યવાહી થશે લોકો પોતાના ઘરોમાં રહી નમાજ પઢે. 

(12:00 am IST)
  • કોલકાત્તામાં કોરોના વાઇરસને નાથવા કાર્યરત મેડિકલ સ્ટાફ માટે સરાહનીય સેવા : 26 વર્ષીય યુવતી સૂચના સહાએ ડોક્ટર્સ અને નર્સને રહેવા માટે વગર ભાડે 2 ફ્લેટ આપ્યા access_time 12:05 pm IST

  • પી.એમ.કેર્સ " ફંડમાં રતન ટાટાનું 500 કરોડ રૂપિયાનું ડોનેશન : બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા આપ્યા : કોરોના સામેના જંગ માટે શરૂ કરાયેલા ફંડને મળી રહેલો જબ્બર પ્રતિસાદ access_time 7:24 pm IST

  • ન્યુયોર્ક પોલીસના 442 ઓફિસરોને કોરોના પોઝિટિવ આવેલ છે access_time 12:31 am IST