Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નેપાલના પ્રધાનમંત્રી ઓલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તબિયત હાલ સારી છે

નવી દિલ્હી :  પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીના હૃદયના ધબકારા વધ્યા પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૬૯ વર્ષિય ઓલાને મેડિકલ તપાસ માટે ત્રિભુવન યુનિવર્સિટી ટીચીંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા.

ઓલીના પ્રેસ સલાહકાર સૂર્યથાપાએ શુક્રવારના બતાવ્યું કે પ્રધાનમંત્રીની તબિયત સારી છે. આજે દવાખાનામાંથી રજા આપવામાં આવશે. ડોકટરોએ આરામ કરવાની સલાહ આપી.

(12:00 am IST)