Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનને કારણે DGCA એ ડોમેસ્ટિક ફલાઇટ પર લગાવેલો પ્રતિબંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવ્યો

નવી દિલ્હી, તા. ર૭ :   કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રપ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ર૧ દિવસ માટે દેશ વ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી આને કારણે ઘરેલું ઉડાનો પર લાગેલ પ્રતિબંધ વધારી ૧૪ એપ્રિલ સુધી કરી નાખ્યો. આ ઘોષણા વિમાનના મહાનિર્દેશાલયએ આજ કરી છે.

આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ ૧૪ એપ્રિલ સુધી બ્રેક લગાવી દીધી છે. આ સાથે દેશમાં રેલવે, મેટ્રો, બસ, ટેકસી, ઓટો જેવી સેવાઓ પર ૧૪ એપ્રિલ સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. રેલવેની પેસેન્જર ટ્રેનોને પણ ત્રણ સપ્તાહ માટે બંધ કરેલ છે. જરૂર પરવાના આપેલ વાહનોને છૂટ આપવામાં આવી છે.

 

(12:00 am IST)
  • પ્લીઝ, ધાર્મિક સ્થળોએ ભીડ નહીં કરતા: શિવાનંદ ઝા: ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એકત્ર નહીં થવા પોલીસ વડાનો આદેશ access_time 10:00 am IST

  • પંજાબ સ્થિત રાધા સ્વામી સત્સંગ સોસાયટીની ઉદારદિલ સખાવત : પ્રધાનમંત્રી રાહત ફંડમાં 2 કરોડ,પંજાબ,દિલ્હી,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,તથા રાજસ્થાન મુખ્યમંત્રી રાહત ફંડ અને જમ્મુ કાશ્મીર લેફટન્ટ ગવર્નર ફંડમાં એક એક કરોડ રૂપિયા સાથે કુલ 8 કરોડ રૂપિયા આપ્યા : ઉપરાંત સવારે 6 વાગ્યે ,બપોરે બાર વાગ્યે અને સાંજે 6 વાગ્યે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા access_time 8:14 pm IST

  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST