Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મનરેગાના હજારો મજૂરોના બાકી 11,499 કરોડની ચુકવણી 10 એપ્રિલ સુધીમાં કરી આપશે કેન્દ્ર સરકાર

તમામ રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવશે

નવી દિલ્હી : કોરોના વાયરસ દેશભરમાં ઝડપથી પ્રસરી રહયો છે અત્યાર સુધીમાં 700થી વધુ લોકો સંક્રમિત થયા છે  આ મહામારીની સૌથી વધારે અસર છૂટક મજૂરી કરનારા લોકો પર પડી રહી છે. ત્યારે મનરેગા હેઠળ 11,499 કરોડ રૂપિયાની સંપૂર્ણ બાકી મજદૂરીની રકમ 10 એપ્રિલ સુધી જાહેર કરી દેવામાં આવશે.તૅમ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે

  સરકાર રોજગાર ગેરન્ટી યોજના હેઠળ તમામ બાકી રકમ 10 એપ્રિલ સુધી ચૂકવણી કરી દેશે. બાકીની રકમ 11,499 કરોડ રૂપિયા છે અને 4431 કરોડ રૂપિયા શુક્રવારે જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, તમામ રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં મોકલવામાં આવશે.
 અધિકારીઓએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરન્ટી કાયદો (મનરેગા) હેઠળ મજદુરીમાં વૃદ્ધિ એક એપ્રિલથી લાગુ થશે. આ સાથે જ મનરેગા હેઠળ રાષ્ટ્રીય એવરેજ મજદૂરી 182 રૂપિયાથી વધી પ્રતિ દિવસ 202 રૂપિયા થઈ જશે. મનરેગા હેઠળ 13.62 કરોડ જોબ કાર્ડ ધારક છે, જેમાં 8.17 કરોડજોબ કાર્ડ ધારક સક્રિય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સિતારમને કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પ્રભાવને પહોંચીવળવાને લઈ ગુરૂવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમાં કોરોના વાયરસ મહામારીને પહોંચીવળવા માટે લાગેલા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓના વીમા કવર તથા મનરેગા હેઠળ દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારી 202 રૂપિયા કરવાની જાહેરાત પણ કરી છે.

  મોદીએ ટ્વીટની સાથે મોદી ડોટ ઈનને પણ સંલગ્ન કર્યું, જ્યાં પેકેજની માહિતી અપાઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ વીમા યોજના હેઠળ સફાઈ કર્મચારી, વોર્ડ બોય, નર્સ, આશા વર્કર, પેરામેડિક કર્મી, ટેક્નિશિયન, ડોક્ટર, અન્ય સ્વાસ્થ્ય કર્મી આવશે અને આ વીમા કવર 50 લાખ રૂપિયાનું હશે. તેના હેઠળ તમામ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, કેન્દ્ર અને રાજ્ય સરકારોની હોસ્પિટલો આવશે અને આ મહામારી સામે લડી રહેલા લગભગ 22 લાખ સ્વાસ્થ્ય કર્મી તેના અંતર્ગત આવશે.

(12:00 am IST)