Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

H-1B વિઝા ધારકો બેકારી ભથ્થું માંગી શકે નહીં : કોરોના વાઇરસને કારણે સરકારે જાહેર કરેલી આર્થિક રાહતોનો લાભ મેળવવા હક્કદાર નથી

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના કારણે લોકો બહાર નીકળી શકતા નથી તેવા સંજોગોમાં અનેક ભારતીય મૂળના વ્યાવસાયિકો ધંધા રોજગાર ઠપ્પ થઇ જવાથી બેકાર બનવા લાગ્યા છે આ ઇમિગ્રન્ટ્સ લોકો  સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજનો લાભ મેળવવા હક્કદાર નથી કારણકે તેઓને નાગરિકત્વ મળશે કે કેમ તે નક્કી નથી

ઉપરાંત H-1B વિઝાધારકો પણ લોકડાઉનને કારણે અનેક ઉદ્યોગો બંધ હોવાથી બેકાર બની જાય તો તેઓ પણ સરકાર પાસે બેકારી ભથ્થું માંગી શકે નહીં તેવો નિષ્ણાતોનો મત છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સંજોગોમાં અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકારને કારણે લાખો લોકો બેકાર બની ગયા હોવાથી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજ અંતર્ગત બેકારી ભથ્થું માંગવા લાગ્યા છે.અમેરિકાનો બેકારી દર પણ ઉંચો જવા લાગ્યો છે. તેવા સંજોગોમાં ઇમિગ્રન્ટ્સ તેમજ H-1B  વિઝા ધારકો માટે પણ સરકારી રાહત તથા તમામ લાભોની જોગવાઈ કરવા કોંગ્રેસમાં પ્રસ્તાવ મુકવાની માંગણી થઇ રહી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:15 pm IST)