Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

અમેરિકાના ન્યુયોર્કમાં માં આજ 27 ફેબ્રુઆરી શનિવારના રોજ ' રેલી ' : હિંસાનો ભોગ બની રહેલા એશિયન પ્રજાજનોની વ્યથાને વાચા આપવા AAF ના ઉપક્રમે કરાયેલું આયોજન : છેલ્લા એક જ વર્ષમાં 500 ઉપરાંત એશિયન હિંસાનો ભોગ બન્યા

ન્યુયોર્ક : ન્યુયોર્કમાં અવાર નવાર હિંસાનો ભાગ બની રહેલા એશિયન પ્રજાજનોની વ્યથાને વાચા આપવા આજ 27 ફેબ્રુઆરી શનિવારના રોજ ' રેલી ' નું આયોજન કરવામાં આવ્યું છે.

એશિયન અમેરિકન ફેડરેશન ( AAF ) ના ઉપક્રમે ફોલી સ્ક્વેર, લાફાયેટ સ્ટ્રીટ વર્થ સ્ટ્રીટ, સેન્ટર સેન્ટ, ન્યુ યોર્ક, ખાતે નીકળનારી રેલીનો સમય બપોરે 1:00 વાગ્યે ( EST સમય મુજબ ) રાખવામાં આવ્યો છે.

એશિયન ,બ્લેક ,તથા લેટિન કોમ્યુનીટીનું પ્રતિનિધિત્વ કરતા 30 જેટલા ઓર્ગેનાઈઝેશન્સના સહયોગ સાથે નીકળનારી આ રેલીમાં ન્યુયોર્કમાં વસતા એશિયન પ્રજાજનોના પ્રશ્નો હલ કરવા તથા તેઓને સલામતી આપવા સ્ટેટના નેતાઓને એલાન કરાશે .જેમાં ન્યુયોર્કના તમામ પ્રજાજનોને સહકાર આપવા અનુરોધ કરાયો છે.

આ આઉટડોર રેલીમાં  ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમુદાયના નેતાઓ અને સાથીદારોને એશિયન પ્રજાજનો ઉપર આચરાતી હિંસા સામે બોલવાની  તક પ્રદાન કરાશે . જેણે આપણા સમુદાયમાં ડર અને ચિંતાની લાગણી ઉત્પન્ન કરી  છે

રેલીના દિવસે મીડિયાને  ડિજિટલ પ્રેસ કીટનું વિતરણ કરાશે .

રેલીમાં જોડાનારાઓ  માસ્ક પહેરે અને સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરે તેવો અનુરોધ કરાયો છે.

એશિયન અમેરિકન ફેડરેશન આયોજિત રેલી અંગે ,ન્યુ યોર્ક રાજ્યના એટર્ની જનરલ, લેટિઆ જેમ્સ , કોંગ્રેસવુમન ગ્રેસ મેંગ ,એનવાયએસ સેનેટર જ્હોન લિયુ ,એનવાયએસ સેનેટર બ્રાયન કવનોહ ,એનવાયસી કમ્પ્ટ્રોલર સ્કોટ સ્ટ્રિંગર ,એનવાયસી કાઉન્સિલના સભ્ય પીટર કુ સહિતના આગેવાનોને જાણ કરાઈ છે.તથા યુ.એસ.ના સેનેટર ચાર્લ્સ શ્યુમર ,અને
એનવાયસીના પબ્લિક એડવોકેટ જુમાને વિલિયમ્સને આમંત્રિત કરાયા છે.તેવું શ્રી વીણા વેણુગોપાલની યાદી જણાવે છે.

(7:29 pm IST)