Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મેક્સિકોમાં હુમલાખોરોનો અંધાધૂંધ ફાયરીંગ : 11 લોકોના મોત : એક મહિલા અને એક યુવક ગંભીર

ડ્રગ માફિયાઓ માટે બદનામ જલિસ્કો શહેરમાં બંદૂકધારીઓનો હુમલો

જલિસ્કોઃ મેક્સિકોના પશ્ચિમી શહેર જલિસ્કોમાં બંદૂકધારીઓનો હુમલો થયો હતો,. જેમાં 11 લોકોનાં મોત થઇ ગયા. રિપોર્ટ મુજબ એક હુમલાખોરે ટ્રક પર સવાર થઇ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના શનિવારની છે. જેમાં એક અન્ય મહિલા અને એક યુવક ગંભીરપણે ઘાયલ પણ થયા છે. . હુમલો કોની તરફથી કરાયો તેન તપાસ ચાલી રહી છે.

જલિસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે શહેરના ગનડાલસારા ક્ષેત્રમાં એક ઘરની બહાર ગોળીબાર થયો હતો. જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જ્યારે ઘરની અંદરથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. સરકારી કાર્યાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા મુજબ હુમલામાં ઘાયલ યુવક અને યુવતીની સારવાર કરાઇ રહી છે. તે બંને સગીર છે

જલિસ્કોમાં જ ગત ડિસેમ્બરમાં એક પૂર્વ ગવર્નરની ગોળી મારી હત્યા કરાઇ હતી. અહીં જલિસ્કોના પૂર્વ ગવર્નર અરિસ્ટોટેલ્સ સેંડોવલની પર્ટો વાલાર્ટોના સમુદ્ર કાંઠે એક રેસ્ટોરન્ટમાં ગોળી મારવામાં આવી હતી. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું.આ શહેર મેક્સિકોના ડ્રગ સંબંધી ધંધાનું મુખ્ય કેન્દ્ર છે. તેને શક્તિશાળી ન્યૂ જનરેશન કાર્ટેલ (ડ્રગનું ઉત્પાદન કરનારા લોકો)નું ઘર છે

રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝ ઓબ્રેડોરે 2018નાં અંતમાં શપથ લીધા બાદ ડ્રગ્સના વેપાર પર અંકુશ મુકવા માટે આ અંગે થતી હત્યાઓને રોકવાનો સંકલ્પ લીધો હતો. તેમ છતાં એક વર્ષમાં મોટા પાયે હત્યાઓ થઇ છે

ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ મેક્સિકોનાં ગુઆનાજુઆતો રાજ્યમાં રવિવારની સવારે જ એક બારમાં બંદૂકધારીએ ગોળીઓ  વરસાવતા 4 મહિલા અને 7 પુરુષો સહિત 11નાં મોત થઇ ગયા હતાં. નજરે જોનારાઓએ ત્યારે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અનેક વાહનોમાંથી બાર પર ગોળીબાર કર્યો હતો. સરકારી આંકડા મુજબ ડ્રગ માફિયા માટે બદના મેકિસકોમાં ગત વર્ષે જાન્યુઆરીથી મે સુધીના 6 મહિનામાં જ 1900 લોકોની હત્યા થઇ હતી.

(6:29 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,614 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,12,056 થઇ :એક્ટિવ કેસ 1,65,715 થયા: વધુ 11,291 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,84,568 થયા :વધુ 108 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,195 થયા access_time 12:00 am IST

  • પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એન. મોદીએ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું. access_time 2:52 pm IST