Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ભગવાન શ્રીરામના મંદિર માટે ભક્તોએ અનરાધાર વરસાદ વરસાવ્યો: અગિયારસો કરોડની સામે એકવીસસો કરોડ એકત્ર થયા

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે ૪૪ દિવસીય ચેરિટી અભિયાન 27 ફેબ્રુઆરી, શનિવારે પૂર્ણ થયું હતું.  શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી, સ્વામી ગોવિંદ દેવ ગિરીના જણાવ્યા મુજબ શુક્રવાર સુધીમાં, ભંડોળ ઉભું કરવાના અભિયાનના ભાગ રૂપે ૨૧૦૦ કરોડનું દાન પ્રાપ્ત થયું છે.  ખાસ વાત એ છે કે ૧૫ મી જાન્યુઆરીથી શરૂ થયેલ આ અભિયાનનું લક્ષ્ય  ૧૧૦૦ કરોડ એકત્ર કરવાનું હતું.  ૨૧૦૦ કરોડની રકમ હજી વધુ વધશે, કારણ કે આ રકમ ગણવાની અંતિમ  કામગીરી ચાલી રહી છે.

સ્વામી ગોવિંદ દેવ ગિરીએ એમ પણ કહ્યું હતું કે હવે વિદેશમાં રહેતા રામ ભક્તો પોતાના દેશમાં ભંડોળ ઉભું કરવાનું અભિયાન શરૂ કરવા માંગણીઓ ઉઠાવી રહ્યા છે.  શ્રી રામ મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં તે અંગે  નિર્ણય લેવામાં આવશે.

(4:57 pm IST)