Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના ૭૪માં મન કી બાત કાર્યક્રમમાં પારસથી વિશેષ મહત્વ પાણીની આપી પાણી જ જીવન છે તેને બચાવવા અપીલ કરતા પાણીને વિકાસની ધારા ગણાવી

મન કી બાતમાં પાટણ જિલ્લાના કામરાજભાઇ પણ ચમકયા !! વડાપ્રધાને કામરાજભાઇએ વિકસાવેલા સરગવાના બીજના ભરપુર વખણ કર્યા : તો સંત રવિદાસ અને માધ મહિના વિશે પણ જાણકારી આપી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત (PM Man ki Baat)માં પાણીની પારસ ગણાવતા કહ્યું કે પાણી જ આપણા માટે જીવન, આસ્થા અને વિકાસની ધારા છે. તેને સાચવવાની હાકલ કરી છે. સાથે પીએમ મોદીએ ગિજરાતના પાટણ જિલ્લાના કામરાજ ભાઇએ વિકસાવેલા સરગવાના બીજના વખાણ પણ કર્યા.

PM મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ (PM Man ki Baat)માં રવિવારે પાણીના મહિમાની ગાથા કરતા કહ્યું કે વિશ્વના દરેક સમાજમાં પાણી સાથે સંકળાયેલી કોઇને કોઇ પરંપરા હોય છે. નદીકાંઠે વિશ્વની અનેક સભ્યતાઓ વિકસી છે. આપણી સંસ્કૃતિ કારણ કે હજારો વર્ષો જુની છે. તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ જોવા મળે છે.

પીએમ મોદીએ મન કી બાતના 74મા એપિસોડમાં કહ્યું કે “ગઇકાલે માધ પૂર્ણિમાનો પર્વ હતો, માધનો મહીનો વિશેષ રીતે નદીઓ, સરોવરો અને જળસ્ત્રોતો સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે माघे निमग्ना: सलिले सुशीते, विमुक्तपापा: त्रिदिवम् प्रयान्ति! એટલે કે,

“માધ મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નન કરવાને પવિત્ર માનવામાં આવે છે. પીએમએ કહ્યું કે પાણી, એક રીતે પારસ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. એ જ રીતે પાણી પણ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય, જ્યારે દેશમાં કોઈને કોઈ ખૂણે પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. માધના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને સમગ્ર મહિનો નદીઓના કાંઠે કલ્પવાસ (રોકાણ) કરે છે. આ વખતે તો હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે.

પાણીનાસંવર્ધનની અપીલ કરતા તેમણે કહ્યું (PM Man ki Baat)વર્ષા ઋતુ આવતા પહેલાં આપણે જળ સંવર્ધન માટે પ્રયત્ન શરૂ કરવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે પાણીના સંકટને ઉકેલવા માટે એક ખુબ સારો સંદેશ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરથી સુજીત જીએ મોકલ્યો છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જેમ સામુહિક ઉપહાર છે, એ જ રીતે સામુહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વરસાદ કે જમીનનું પાણી, આ બધુ સૌ માટે છે.

પીએમ મોદીએ સંત રવિદાસનો ઉલ્લેખ કરતા કહ્યું જ્યારે માધ મહિનાની અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે તો આ ચર્ચા એક નામ વગર પુરી થતી નથી અને આ નામ છે સંત રવિદાસ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ સંત રવિદાસ જીના શબ્દ, તેમનું નોલજ આપણને માર્ગ બતાવે છે.

 “યુવાનોએ વધુ એક વાત સંત રવિદાસજીથી જરુર શીખવી જોઇએ, કે તેમણે કામ શીખવા માટે પોતાને જુના બીબાઢાળ રીત રિવાજોમાં બંધાવવું જોઇએ નહીં. તમે પોતાનું જીવન જાતે નક્કી કરો. હું આ એટલા માટે કહી રહ્યો છું,”

“કારણ કે ઘણી વખતે તમારે પણ નવું વિચારવા, નવું કરવામાં સંકોચ કરવું જોઇએ નહીં. પોતાની રીત પણ તમે જ બનાવો અને પોતાના લક્ષ્ય પણ જાતે નક્કી કરો. જો તમારી વૃદ્ધિ અને તમારો આત્મવિશ્વાસ પ્રબલ છે તો તમારે સંસારની કોઇ પણ ચીજથી ડરવાની જરુર નથી.”

વડાપ્રધાન મોદીએ આ સાથે ગુજરાતના પાટણ જિલ્લાના ખેડૂત કામરાજ ભાઇના વખાણ કરતા કહ્યું કે,

“કામરાજ ભાઇ ચૌધરીએ પોતાના ઘરમાં જ સહજનના સારા બીજ પણ વિક્સિત કર્યા છે. સહજનને કેટલાક લોકો સરગવો કહે છે, તેને મોરિંગા કે Drum stick પણ કહેવામાં આવે છે. સારા બીયાંની મદદથી જે સરગવો ઉગે છે. તેની Quality પણ સારી હોય છે. પોતાને ત્યાં ઉગેલા સરગવાને હવે તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલી પોતાની આવક પણ વધારી રહ્યા છે.”

વડાપ્રધાનની આ મનની વાતને ગુજરાતના સીએમ વિજય રુપાણીએ પછી ટ્વીટ કરી હતી.

પીએમ મોદીએ મન કી બાત (PM Man ki Baat)માં કહ્યું કે ક્યારે કયારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનની ઝંઝોળી નાંખે છે. આ સવાલ બહુ લાંબા નથી હોતા, બહુ સામાન્ય હોય છે. છતાં આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદની અપર્ણાજીએ મને એવો જ એક સવાલ પુછ્યો હતો. તેમણે પુછ્યું હતું કે આટલા વર્ષોથી પીએમ છો, શું તમને લાગે છે કે કોઇ કમી રહી ગઇ છે?

PM મોદીએ કહ્યું આ સવાલ જેટલો સહજ હતો એટલો જ મુશ્કેલ પણ હતો. મેં તેના પર વિચાર્યું અને પોતાને કહ્યું કે મારામાં એક કમી રહી ગઇ છે કે હું વિશ્વની સૌથી પ્રાચીન ભાષા તમિલ શીખવાનો બહુ પ્રયાસ કરી શક્યો નહીં. હું તમિલ શીખી શક્યો નહીં. આ એક એવી સુંદર ભાષા છે, જે વિશ્વભરમાં લોકપ્રિય છે. ઘણા લોકોએ મને તમિલ સાહિત્યની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓની ઊંડાઇ અંગે ઘણુ બધુ જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પીએમ મોદીને ચેલેન્જ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિમ્મત હોય તો પીએમ મોદી રોજગાર અને ખેડૂતોની વાત કરીને બતાવે.

(4:35 pm IST)