Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

મન કી બાતમાં વડાપ્રાન મોદીએ આત્મનિર્ભર ભારતના સ્વપ્તને ફરી વાગોળ્યુ

આત્મનિર્ભર ભારત અભિયાનથી માથુ ગર્વથી ઉચું થાય છે

નવી દિલ્હી, : પીએમ મોદીએ આજે ફરી એક વખત દેશના લોકો સાથે રેડિયો પર મન કી બાત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આત્મ નિર્ભર ભારતની પહેલી શરત એ છે કે, પોતાના દેશમાં બનેલી વસ્તુઓ પર ગર્વ કરવો.પોતાના જ દેશના લોકો દ્વારા બનાવાયેલી વસ્તુઓ સાથે જ્યારે દેશના લોકો જોડાય છે અને તેના પર ગર્વ કરે છે ત્યારે આત્મ નિર્ભર ભારત અભિયાન માત્ર એક આર્થિક અભિયાન નથી રહેતુ પણ નેશનલ સ્પિરિટ બની જાય છે.

જ્યારે આકાશમાં આપણે ભારતમાં બનેલા લડાકુ વિમાનને કરતબ કરતા જોઈએ છે અથવા તો દેશમાં બનેલા ટેન્ક અને મિસાઈલને જોઈએ છે તો આપણને ગર્વ થતો હોય છે.ભારતમાં બનેલી કોરોના વેક્સિન જ્યારે દુનિયાના બીજા દેશોમાં પહોચે છે તે જોઈને આપણુ માથુ ગર્વથી ઉંચુ થઈ જાય છે.

નેશનલ સાયન્સ ડે પર તેમણે કહ્યુ હતુ કે, આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.સીવી રમન દ્વારા શોધાયેલી રમન ઈફેક્ટને સમર્પિત છે.જેનાથી વિજ્ઞાનની દિશા બદલાઈ ગઈ હતી.

સંત રવિદાસ જંયતિ પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણા સપના માટે બીજા પર આધાર રાખવો યોગ્ય નથી.સંત રવિદાસજી પણ તેના પક્ષમાં નહોતા અને આજનો યુવા પણ આ પ્રકારની વિચારધારાની તરફેણ રાખતો નથી.

આગામી દિવસોમાં યોજનારી પરીક્ષાઓ અંગે તેમણે કહ્યુ હતુ કે, આવનારા મહિનાઓ તમારા જીવનમાં વિશેષ મહત્વ રાખે છે.તમારે વોરિયર એટલે કે લડાકુ બનવાનુ છે પણ વરિયર એટલે કે ચિંતા કરનાર નથી બનવાનુ, પરીક્ષા આપવા હસતા મોઢે જવાનુ છે અને હસતા મોઢે પાછા આવવાનુ છે.

તેમણે કહ્યુ હતુ કે, મને એવુ લાગે છે કે, આટલા વર્ષોથી પીએમ રહ્યા બાદ પણ એક કમી રહી ગઈ છે અને તે છે દુનિયાની સૌથી પ્રાચીન તામિલ ભાષા શીખવાની.આ એક સુંદર ભાષા છે અને તે દુનિયાભરમાં લોકપ્રિય છે.

(4:33 pm IST)