Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આજે યોજાયેલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયતોમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં 40 ટકા સુધી ધીંગુ મતદાન : સૌથી વધુ ડાંગમાં ૫૬ ટકા મતદાન નોંધાયું

હજુ સાંજ સુધીમાં ૧૦ થી ૨૦ ટકા સુધી મતદાન વધવાની આશા શહેરીજનો કરતા ગ્રામ્યજનો મતદાનના આ મહાપર્વમાં હર્ષભેર મતદાન કરી રાષ્ટ્રીય ફરજ બજાવી

2 વાગ્યા સુધીનું મતદાન

જિલ્લો

મતદાન ( ટકામાં )

અમદાવાદ

33

અમરેલી

32

આણંદ

35

અરવલ્લી

42

ભરૂચ

30

ભાવનગર

39

બોટાદ

32

છોટાઉદેપુર

32

દેવભૂમિ દ્વારકા

41

દાહોદ

35

ગાંધીનગર

44

ગીરસોમનાથ

43

જામનગર

33

જૂનાગઢ

39

કચ્છ

41

મહેસાણા

38

મહીસાગર

35

મોરબી

43

નર્મદા

37

નવસારી

45

પંચમહાલ

43

પાટણ

36

પોરબંદર

42

રાજકોટ

34

સાબરકાંઠા

39

સુરત

38

સુરેન્દ્રનગર

31

તાપી

47

ડાંગ

56

વડોદરા

38

વલસાડ

43

ગુજરાતમાં આ ગામો મતદાનથી રહ્યા અળગા

આણંજના બોરસદના ડભાસી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી એક પણ મત ન પડતા ચકચાર મચી ગઈ છે. હાઇવે પર ગરનાળા બનાવવા ને લઇ લોકો એ આંદોલન છેડયું હતું. આંદોલન દરમિયાન પોલીસ સાથે લોકોને ઘર્ષણ થયું હતું. સવારથી અત્યાર સુધી એક પણ મત નહીં પડતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયુ છે.

કાલોલની શક્તિપુરા વસાહત-2માં મતદાનનો બહિષ્કાર

પંચમહાલ ના કાલોલ તાલુકા શક્તિ પુરા વસાહત 2 માં લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે મતદાન શરૃ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ નથી પડ્યો જેને કારણે અધિકારી અસમંજસમાં મુકાયા છે.

1 વાગ્યા સુધીમાં 24 ટકાથી વધુ મતદાન

મહાપાલિકાની ચૂંટણી દરમિયાન મતદારો નિરસ જણાયા હતા. મહાનગરોની ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં 12 થી 14 ટકા જ મતદાન થયું હતું જ્યારે પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં 24 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારના મતદારો ફરજ પ્રત્યે જાગૃત દેખાયા છે. સવારના 10 વાગ્યા પછીથી ગ્રામ્ય વિસ્તારમાં મતદાન તરફ ધસારો જોવા મળી રહ્યો છે.

1 વાગ્યા સુધીનું મતદાન (ટકામાં )

જિલ્લો

મતદાન ( ટકામાં )

અમદાવાદ

24

અમરેલી

21

આણંદ

23

અરવલ્લી

26

ભરૂચ

20

ભાવનગર

22

બોટાદ

23

છોટાઉદેપુર

21

દેવભૂમિ દ્વારકા

22

દાહોદ

23

ગાંધીનગર

28

ગીરસોમનાથ

27

જામનગર

24

જૂનાગઢ

25

કચ્છ

24

મહેસાણા

21

મહીસાગર

22

મોરબી

27

નર્મદા

25

નવસારી

23

પંચમહાલ

22

પાટણ

21

પોરબંદર

22

રાજકોટ

24

સાબરકાંઠા

26

સુરત

25

સુરેન્દ્રનગર

23

તાપી

21

ડાંગ

32

વડોદરા

24

વલસાડ

22

ભારતીબેન શિયાળે કર્યુ મતદાન

ભાવનગર મા ભાજપ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોકટર ભારતી બેન શિયાળ એ તેમના પરિવાર સાથે તળાજાના મથાવડા ગામે મતદાન કર્યું હતું ભારતીબેન શિયાળ એ લોકો ને પણ મોટી સનખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી તેમને આ ચૂંટણી મક પણ ભાજપ નો ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું

વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા મતદાન કરવા

પરેશ ધાનાણી સાયકલ પર ખાતર લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.

હાર્દિક પટેલ વિરમગામમાં

હાર્દિક પટેલ આજે વિરમગામમાં પોતાના વતનમાં મતદાન કર્યુ હતુ.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કર્યુ મતદાન

વિરમગામના વસવેલીયા ગામમાં મતદાન સમયે વિવાદ

ભાજપનો ચુંટણી એજન્ટ બુથમાં પાર્ટી સિમ્બોલ સાથે પહોંચતા વિવાદ થયો. કોંગ્રેસના કાર્યકરે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. ચૂંટણી અધિકારીની હાજરીમાં ભાજપ બુથ એજન્ટ ચિન્હ સાથે હાજર થયા હતા.

ગઢડાના ઢસા ગામે મતદાનની પવિત્ર ફરજ નિભાવતા વૃદ્ધ

101 વર્ષના વૃદ્ધે મતદાન કર્યુ. ઢસાના નોલીપરા વિસ્તારની આંગણવાડીમાં મતદાન કર્યુ છે. ફરજિયાત મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.

હિંમતનગર ન.પાની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ

હિંમતનગરમાં 100 વર્ષીય વૃદ્ધાએ મતદાનકર્યુ હતુ. વોર્ડ નં-7માં 100 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યુ હતુ.

બોટાદમાં વરરજાએ લગ્ન પહેલા કર્યુ મતદાન

પાટણના વોર્ડ નંબર 2ના BM હાઈસ્કૂલ બુથ ઉપર હોબાળો થયો હતો. ઉમેદવારના એજન્ટ અને માસ્ક બાબતે હોબાળો થયો છે. એક ઉમેદવારનો એજન્ટ મતદાન કેન્દ્રમાં ફરતા વિરોધ નોંધાયો છે. પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

મહેસાણામાં નાગલપુર કોલેજની સાયન્સ બિલ્ડિંગમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે સહપરિવાર કર્યું મતદાન, જુગલજી ઠાકોરે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

ગોધરાના ધારાસભ્યએ કર્યુ મતદાન

વાવડી બુઝર્ગ ગામે સી.કે.રાઉલજીએ કર્યું મતદાન. મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ.

કચ્છમાં રાજ્યમંત્રી વાસણ આહીરે રતનાલ ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતુ અને કહ્યું કે, દરેક મતદાન અચૂક મતદાન કરે અને લોકશાહી પર્વમાં સહભાગી બને.

મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યુ મતદાન

કોવિડ-19ના નિયમોનો ભંગ

જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાન કેન્દ્ર ઉપર કોવિડ-19ના નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે અને મતદાન કેન્દ્ર ઉપર માસ્ક વગર મતદારો આવી રહ્યા છે. અધિકારીઓ પણ ગાઈડલાઈનનું પાલન નથી કરાવી રહ્યા

મતદારોને રિઝવવા પક્ષોના કાર્યકરો આપી રહ્યા છે લાલચ

મતદાન પહેલા મતદાતાઓને રિઝવવા પડાપડી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે જેમાં ભાજપ દ્વારા શાલ અને અન્ય વસ્તુઓ અપાતી જોઈ શકાય છે.

  • વેરાવળ-સોમનાથ બ્રહ્મ સમાજે અપક્ષોને ટેકો જાહેર કર્યો : બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજે એકઠા થઈને ભાજપ અને કોંગ્રેસને છોડીને અપક્ષને ટેકો આપતા રાજકારણ ગરમાયું
  • અરવલ્લી જિલ્લા કલેકટરે મતદાન કર્યુ, મોડાસાની બહેરા-મૂંગા શાળામાં કર્યુ મતદાન, જિલ્લામાં શાંતિપૂર્ણ અને વધુ મતદાન કરવા કરી અપીલ

આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાના મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં 81 નગરપાલિકાના 46.89 લાખથી વધુ અને તાલુકા, જિલ્લા પંચાયતના 2.50 કરોડ મતદારો છે. આજે રાજ્યના 4 કરોડ 9 લાખ જેટલા મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 31 હજાર 370 મતદાન મથકો ઉભા કરાયા છે.

રાજ્યમાં 6 હજાર 443 મતદાન મથકો સંવેદનશિલ જાહેર કરાયા છે. 3 હજાર 532 મતદાન મથકો અતિસંવેદનશીલ છે. ગત ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ, 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.

ગુજરાતની 231 તા.પંચાયતની યોજાઇ રહી છે ચૂંટણી

ગુજરાતની 231 તા.પંની ચૂંટણીમાં કુલ 12,265 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4652, કોંગ્રેસના 4594 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP-255, NCP-61 અને AAPના 1067 ઉમેદવારો મેદાને છે. તો અન્ય પક્ષોના 462 અને 1139 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

ગુજરાતની 81 નગરપાલિકામાં યોજાઈ રહી છે ચૂંટણી

રાજ્યભરમાં 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે. 7 હજાર 245 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે. ભાજપના 2,555 અને કોંગ્રેસના 2,247 ઉમેદવારો મેદાનમાં છે. BSP-109, NCP-88, SP-64 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. AAPના 719 અને અન્ય પક્ષોના 264 અને 1,184 અપક્ષ ઉમેદવારો પણ રણમેદાનમાં છે.

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 2655 ઉમેદવારો મેદાને

રાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 2 હજાર 655 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 954, કોંગ્રેસના 937 ઉમેદવારો મેદાને છે. BSPના 88, NCPના 23, CPI-Mના 3, AAPના 304 ઉમેદવાર છે. જ્યારે અન્ય પક્ષોના 133 અને 209 અપક્ષ ઉમેદવારો રણસંગ્રામમાં છે.

કેટલી બેઠકો બિનહરીફ?

વિવિધ જિલ્લા પંચાયતોની કુલ 25 બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની 117 બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની 95 બેઠકો બિનહરીફ થઇ છે.

(3:38 pm IST)