Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો : બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ પાર્ટીના અધ્‍યક્ષે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્‍યો

આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના અધ્યક્ષ હગ્રમા મોહિલિરે ભાજપ સાથેના ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી. સાથેજ તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે આસામમાં બીપીએફ હવે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. તેના નેતા હગ્રમા મોહિલિરે સોશિયલ મીડિયા પર ભાજપના મહાગઠબંધનથી અલગ થવાની માહિતી આપી હતી. આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ સુધી ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે.

મોહિલિરે શનિવારે સાંજે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું- વિકાસ, શાંતિ અને એકતા માટે સ્થિર સરકાર જરૂરી છે. આપણે ભ્રષ્ટાચારનો અંત લાવવા માંગીએ છીએ. આથી બોડોલેન્ડ પીપલ્સ મોરચાએ મહાજઠ ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો છે. હવે અમે ભાજપ સાથે કોઈ પણ પ્રકારની મિત્રતા રાખવા નથી માંગતા. આવનારી ચૂંટણી અમે માહજઠ ગઠબંધન સાથે મળીને લડીશું. બીપીએફની રચના 2005 માં કરવામાં આવી હતી. કોકરાઝાર જિલ્લામાં તેનો પ્રભાવ છે. ગત ચૂંટણીમાં પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કરીને લડ્યા હતા અને ત્યારબાદ 126 સભ્યોની વિધાનસભાની 12 બેઠકો જીતી હતી.

 આસામમાં ફરીથી એકવાર ભાજપની સરકાર બનતી જોવાઈ રહી છે. પોલ મુજબ ભાજપા ગઠબંધનને 42 ટકા મત મળવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો કોંગ્રેસ ગઠબંધનને 31 ટકા મત મળી શકે છે. જ્યારે કે અન્યના ખાતામાં 27 ટકા મત જઈ શકે છે. ઓપિનિયન પોલ્સ અનુસાર ભાજપ ગઠબંધનને 68-76 ની વચ્ચે બેઠકો મળી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધનને 43થી 51 સીટો અને અન્યને 5થી 10 બેઠકો મળવાની ધારણા છે.

(3:12 pm IST)