Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

યુ.એસ.માં કોરોના સામે રાહત માટે રાહત પેકેજ બીલ ૧.૯ ટ્રીલીયન ડોલરનું પસાર કરાવું

વોશિંગ્ટન, : જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જારી કરેલાં કોરોનાના તાજા આંકડા અનુસાર દુનિયામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 113,389,166 થઇ છે જ્યારે મરણાંક 25,17,062 થયો છે. દુનિયામાં કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસને થઇ છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 28,486,118 થઇ છે જ્યારે મરણાંક 5,10,458 થયો છે.

દરમ્યાન વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર ભારતમાં કોરોનાના નવા 1862 કેસો નોંધાતા દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,10,80,956 થઇ છે. મેક્સિકોમાં નવા 7512 કેસો નોંધાયા હતા તો 782 જણના કોરોનાના કારણે મોત થતા કુલ મરણાંક 1,84,474 થયો હતો. પોલેન્ડમાં પણ કોરોનાના નવા 12,100 કેસ નોંધાયા હતા તો 303 જણાના મોત થયા હતા.

દરમ્યાન યુએસમાં 1.9 ટ્રિલિયન ડોલરનું મહામારી રાહત બિલ પસાર થઇ જતાં પ્રમુખ જો બાઇડન માટે તે મોટો વિજય પુરવાર થયો છે. શનિવારે ગૃહમાં 219-212 મતે આ બિલ પસાર થયું હતું.

ડેમો ક્રેટો બીજી તરફ લઘુત્તમ વેતન કલાકના પંદર ડોલર કરવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે પણ સેનેટના નિયમો અનુસાર કોરોના રાહત બિલ સાથે લઘુત્તમ વેતન બિલ રજૂ થઇ શકે તેમ ન હોવાથી હવે તે ધીમે ધીમે 2025 સુધીમાં કલાકના પંદર ડોલર થશે. સેનેટમાં બંને પક્ષોની સમાન બેઠકો છે તો કોંગ્રેસમાં ડેમોક્રેટોના માત્ર દસ વોટ જ વધારે છે. પક્ષની બહુમતિ ટકાવવાના બાઇડનના કૌશલ્યની આ બિલમાં પરીક્ષા થઇ હતી.

બીજી તરફ કેનેડામાં એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ફાઇઝર અને મોડર્ના બાદ એસ્ટ્રાઝેેનેકા એ ત્રીજી રસી છે જેને કેનેડાએ મંજૂરી આપી છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું કે 38 મિલિયનની વસ્તી ધરાવતાં કેનેડામાં હવે 6.5 મિલિયન લોકોને માર્ચના અંત પૂર્વે કોરોનાની રસી આપી શકાશે.

એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી 62 ટકા જ અસરકારક જણાઇ છે તે જોતાં તે હાલ વપરાશમાં લેવાતી અન્ય રસીઓ કરતાં ઓછી અસરકારક છે પણ હેલ્થ કેનેડાના ચીફ મેડિરલ એડવાઇઝર ડો. સુપ્રિયા શર્માનું માનવું છે કે જે રસીની અસરકારતા 50 ટકા કરતાં વધારે હોય તે મહામારીને અટકાવવામાં સહાયક નીવડે છે તે જોતા આ એક સારો વિકલ્પ છે.

(2:19 pm IST)