Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આર.એસ.એસ. સમર્થીત ભારતીય મજદુર સંઘ કેન્દ્રની સરકારી કંપનીમાં ડીસીઇન્વેસ્ટમેન્ટના નિર્ણય સામે આંદોલન કરવાના મુડમાં

જનજાગૃતિ માટે ૧પ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ઔદ્યોગિક એકમો પર સેમીનાર યોજી કામદારોને માહિતગાર કરાશે

નવી દિલ્‍હી :  આરએસએસ સાથે જોડાયેલ ભારતીય મજૂર સંઘે (બીએમએસ) કેન્દ્ર સરકાર તરફથી પીએસયૂ એટલે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં પ્રસ્તાવિક ડિસઇન્વેસ્ટમેન્ટ (લગાવેલા પૈસા પરત લેવા) વિરૂદ્ધ 15 માર્ચથી 11 નવેમ્બર સુધી તબક્કાવાર રીતે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

આ બેઠક બજેટ 2021માં કેન્દ્રીય પીએસયૂ વિરૂદ્ધ “સરકારના હલ્લાબોલના સંદર્ભમાં” ચેન્નાઈમાં બીએમએસ નેશનલ એક્ઝિક્યુટિવના વિચાર-વિમર્શના 10 દિવસ કરવામાં આવી.

હૈદરાબાદમાં થયેલી બેઠકમાં બીએમએસના અધ્યક્ષ એચજે પંડ્યા, મહાસચિવ વિનોય કુમાર સિન્હા અને આયોજન સચિવ બી સુરેન્દ્ર સામેલ થયા છે અને એક સામાન્ય સહમતિ બની કે, બીએમએસને ડિસઇન્વેસ્ટમેન્ટ અને વિમુદ્રીકરણ પર કેન્દ્રની નીતિઓનો સખત વિરોધ કરવો જોઈએ. સ્વદેશી જાગરણ મંચ (એસજેએમ)એ પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમની ટીકા કરી છે.

આંદોલન હેઠળ પહેલા તબક્કામાં 15 માર્ચથી 14 એપ્રિલ સુધી ઉદ્યોગ-વાર સેમિનાર કરાવવામાં આવશે, જે પછી મે મહિનામાં એકમ-સ્તરનું વર્કશોપ હશે અને 14 જૂનથી 20 જૂન વચ્ચે જન જાગૃત્તા અભિયાન ચલાવશે.

ચોથા તબક્કામાં 15 જૂલાઈએ એકમ સ્તર પર સામૂહિક પ્રદર્શન થશે, તે પછી 20થી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્ય સ્તરીય સંમેલનનું આયોજન કરવામાં આવશે.

છઠ્ઠા અને અંતિમ તબક્કામાં 23 નવેમ્બરે થશે, જ્યારે બીએમએસ બધા સાર્વજનિક ઉપક્રમોના બધા કોર્પોરેટ કાર્યાલયોમાં પ્રદર્શન કરશે.

મોદી સરકારના સાર્વજનિક ક્ષેત્રોની કંપનીઓને ખાનગી હાથોમાં આપવાની યોજનાની અનેક સ્તર પર ટીકા થઈ રહી છે.

(12:29 pm IST)