Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાનને પડકાર કર્યો

મન કી બાતમાં ખેડૂત અને રોજગારની વાતો કરવા જણાવ્યું

નવી દિલ્હી, : એક તરફ દેશની રાજધાની દિલ્હીના સીમાડા પર ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધ માટે બેઠા છે, તો બીજી તરફ પંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. આ સાથે જ દેશની રાજમનીતિમાં ભારે ગરમાવો પણ આવ્યો છે. ખેડૂતોના પ્રદર્શન મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાનો પ્રયાસ તઇ રહ્યો છે.

ત્યારે કૃષિ કાયદાને લઇને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એક વખત તેમને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરે છે. ત્યારે આજે પણ આ કાર્યક્રમ શરુ થાય તે પહેલા રાહુલ ગાંધીએ તેમના પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ તેમને ચેલેન્જ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હિંમત હોય તો તેઓ ખેડૂતો અને રોજગારની વાત કરે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં તામિલનાડૂના પ્રવાસે છે જ્યાંથી તેઓ સતત કેન્દ્ર સરકાર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હૂમલો કરી રહ્યા છે.

(12:17 pm IST)