Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રસીકરણનો બીજો તબક્કો : 20 પ્રકારની બિમારી સામે લડતા લોકોને અપાશે રસીમાં પ્રાધાન્ય : લિસ્ટ કર્યું જાહેર

20 માપદંડોમાં કોઈ એક અથવા તેનાથી વધારે બિમારી તેમને રસીકરણમાં પ્રાથમિકતા અપાશે

નવી દિલ્હી : સમગ્ર દેશમાં 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. કોરોના રસીકરણમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અને જેની ઉંમર 45 વર્ષથી વધારે છે અને તે બિમારીથી પીડિત છે. તેમને રસી આપવામાં આવશે. ત્યારે હવે સરકારે જણાવ્યુ છે કે, ક્યા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકોને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેના માટે સરકારે કુલ 20 માપદંડો જાહેર કર્યા છે. આ 20 માપદંડોમાં કોઈ એક અથવા તેનાથી વધારે બિમારી રહેલી હશે, તેમને રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

આ 20 માપદંડોમાં પહેલા નંબર પર હાર્ટ ફેલ્યોરની સાથે સાથે એક વર્ષથી હોસ્પિટલમાં ભરતી રહેલા લોકોને ધ્યાને રખાયા છે. બીજા નંબરે કાર્ડિએક ટ્રાંસપ્લાટ.છે 

આ સાથે જ હાઈપરટેન્શન અને સુગરના દર્દીઓને બીજા તબક્કામાં પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા તો કિડની લીવર અને હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાંસપ્લાન્ટ અથવા તે લોકો જે પ્રથમ તબક્કામાં વેઈટિંગમાં હતા. તેમને પ્રાથમિકતા આપવામાં આવશે

રસીકરણની કિંમતની ચાલી રહેલી અફવાઓની વચ્ચે સરકારે નક્કી કર્યું છે કે, ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા હશે. તો વળી સરકારી હોસ્પિટલમાં રસીકરણની સમગ્ર પ્રક્રિયા મફતમાં થશે. દેશભરમાં સરકારે 10,000 સરકારી હોસ્પિટલ અને 20,000 ખાનગી કેન્દ્રોમાં રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી છે. 28 દિવસ અંતરાલમાં લાગતી આ બે ડોઝની કિંમત 500 રૂપિયા હશે. જેમાં તમામ પ્રકારના ટેક્સ જોડવામાં આવ્યા છે.

જે લોકો કોરોના રસીકરણ કરાવા જશે, તેમને સરકારી ઓળખ પત્ર બતાવાનું રહેશે. જેમાં આધારા કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, હેલ્થ કેયર ઈંશ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, વોટર આઈડી, સાંસદો-ધારાસભ્યોને આપેલા કાર્ડ, પાન કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસની પાસબુક, પેન્શન ડોક્યુમેન્ટ, સરકારી આઈડી કાર્ડ પણ શામેલ છે.

(12:00 am IST)