Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નૈનીતાલ હવે દીકરીઓના નામથી ઓળખાશે : તમામ ઘરમાં દીકરીના નામની નેમ પ્લેટ લાગશે

ઘર કી પહેચાન બેટી કે નામ' કાર્યક્રમને સાકાર કરવા માટે આંગણવાડી કાર્યકર્તા ઘર ઘર જઇને દીકરીઓની જાણકારી મેળવશે

નૈનીતાલ હવે દીકરીઓના નામથી ઓળખાશે. જિલ્લા પ્રશાસને નૈનીતાલ નગર પાલિકા વિસ્તારના દરેક ઘરને દીકરીઓના નામથી ઓળખ આપવાની પહેલ શરુ કરી છે. ઘરે ઘરે સર્વે કરીને દીકરીઓ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે નૈનીતાલમાં આયોજિત એક કાર્યક્રમની અંદર આ યોજનાનો શુભારંભ કર્યો છે.

આ દરમિયાન તેમણે દીકરીઓને તેમના નામની નેમપ્લેટ પણ ભેટ કરી છે. જેનાથી આખા વિસ્તારમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને ગતિ મળશે. જેની સાથે મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આજે નૈનીતાલ 4002.40 લાખની કિંમતની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે.

જિલ્લાના ડીએમ ધીરજ સિંહ ગર્બ્યાલે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમણે નૈનીતાલને દુનિયામાં અગવી ઓળખ બનાવવા માટે જિલ્લાના દરેક ઘરનું નામ દીકરીના નામ પરથી રાખવાની ઘોષણા કરી હતી.

'ઘર કી પહેચાન બેટી કે નામ' કાર્યક્રમને સાકાર કરવા માટે આંગણવાડી કાર્યકર્તા ઘર ઘર જઇને દીકરીઓની જાણકારી મેળવી રહી છે

(12:00 am IST)