Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નીતીશકુમાર ચૂંટણીના મૂડમાં :બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ફરીવાર ઉઠાવી માંગ

એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો :તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની મુલાકાત, એક સંયોગ કે પ્રયોગ

નવી દિલ્હી : વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ જશે. ત્યારે અત્યારથી જ બિહારમાં રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરીવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ સાથે વાત કરી છે.

 બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઓડિશાના ભૂવનેશ્વરમાં પૂર્વિય ક્ષેત્રિય બેઠક દરમિયાન આ વાત કહી હતી. તેમણે ગૃહમંત્રી અમિતબહી  શાહ પાસે માગ કરી છે કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. આ અગાઉ પણ નીતિશ કુમાર અનેક વખત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત કહી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આવા સમયે બિહારના નવા નવા સમીકરણો બની રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુલાકાત કરી હતી. તો હવે નીતિશ કુમારે સીધુ અમિતભાઈ  શાહને જ વિશેષ રાજ્યનો દરજજો આપવાની વાત કહી છે.

 બિહાર વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ત્રણ વર્ષ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વચ્ચે પ્રાઈવેટ રૂમમાં 20 મીનિટ સુધી ચર્ચા થઈ હતી, જે બાદ નીતિશ કુમારે સાથી પક્ષ ભાજપની અવગણના કરી વિધાનસભામાં એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો હતો. જ્યાં તેમણે 2010ના આધાર પર જ એનઆરસી લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

(11:33 pm IST)