Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મ્‍યાંમારના રાષ્‍ટ્રપતિ જ્ઞાન અને મોક્ષની પાવન ધરતીઃ બોધગયા ભગવાન બુદ્ધને કર્યા નમસ્‍કારઃ ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું

ગયાઃ  મ્‍યાંમારના રાષ્‍ટ્રપતિ વિન મિંત શુક્રવારના જ્ઞાન અને મોક્ષની પાવન ધરતી બિહારના બોધગયા પહોંચ્‍યા. આ અવસર પર એમણે મહાબોધિ મંદિર પહોંચી પુજા-અર્ચના કરી અને ભગવાન બુધ્‍ધને નમસ્‍કાર કર્યા. રાષ્‍ટ્રપતિની સાથે એમના ધર્મપત્‍ની અને ર૮ સદસ્‍યોનુ પ્રતિનિધી મંડળ પણ બોધગયા પહોંચ્‍યું છે.  રાષ્‍ટ્રપતિના  પહોંચવા પર એમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ અવસર પર સ્‍કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા પારંપારીક સાંસ્‍કૃતિક કાર્યક્રમના માધ્‍યમથી  રાષ્‍ટ્રપતિનુ અભિવાદન કર્યુ. સ્‍વાગત સ્‍થળ પર ભારત અને મ્‍યાંમારના ધ્‍વજ લગાવવામા આવ્‍યા હતા.  સ્‍કુલની વિદ્યાર્થીનીઓએ  વિમાન મથક બહાર લાઇનસર ઉભા રહી ભારત અને મ્‍યાંમારના ધ્‍વજ હલાવી રાષ્‍ટ્રપતિનુ હાર્દિક અભિવાન કર્યુ.

         આ પછી રાષ્‍ટ્રપતિ મહાબોધિ મંદિર પહોંચ્‍યા જયાં એમણે વિધિવત પૂજા કરી આ અવસર પર એમણે ત્રણ ફૂટની ભૂમિસ્‍પર્શ મુદ્રાની બુદ્ધ પ્રતિમા ભેટ કરી હતી.  આ ઉપરાંત બોધિવૃક્ષને નમન કર્યુ. મેડિશન પાર્કમા એમણે  ઘંટ પણ વગાડયો. મંદિરના સ્‍વાગતકક્ષમાં સરકાર તરફથી જિલ્લાધિકારીએ એમનું સ્‍વાગત કર્યુ. જિલ્લાધિકારીએ  બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર બોધગયાના વિકાસમાં વ્‍યકિતગત રુચિ ધરાવે છે.

(10:36 pm IST)