Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

થાઇ પ્રધાનમંત્રી વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્‍તાવનું સુરસૂરિયું: તરફેણમાં ર૭ર મત વિરૂદ્ધમાં ૪૯ મત

બેંગ્‍કોકઃ થાઇના પ્રધાનમંત્રી પ્રયુત ચાન ઓ- ચા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્‍તાવનું સૂરસૂરિયુ થયુ  છે. આ સાથે એમના પાંચ કેબિનેટ સદસ્‍ય પણ અવિશ્વાસ પ્રસ્‍તાવથી બચી ગયા.  સમાચાર એજન્‍સી સિન્‍હુઆના રીપોર્ટ મુજબ ચાર દિવસની ચર્ચા પછી પ્રયુતાના પક્ષમાં ર૭ર મત પડયા. અને વિપક્ષમાં ૪૯ મત પડયા. પ્રયુતની પાસે રક્ષામંત્રીનો પણ પ્રભાર છે.

પાંચ મંત્રીઓમા  ઉપ પ્રધાનમંત્રી પ્રવિત વોંગસુવ, ઉપપ્રધાનમંત્રી વિસાનૂ કેરે-નગર, ગૃહમંત્રી અનુપોંગ પાઓજિંદા, વિદેશમંતરી ડોન પ્રમુદવિનઇ અને ઉપ કૃષિ અને સહકારિતા થમ્‍મન પ્રોમપાવ હતા.

ગુરુવારના વિપક્ષી સાંસદોએ સતા પક્ષન સાંસદો દ્વારા ચર્ચા માટે વધારાનો સમય આપવાની ઇન્‍કાર પછી વોકઆઉટ કર્યુ. આમા તે સાંસદ સામેલ હતા જેમણે શુક્રવારના અવિશ્વાસ પ્રસ્‍તાવ વિરુદ્ધ મત આપ્‍યા હતા. ચાર દિવની ચર્ચા દરમ્‍યાન પ્રયુત અને અન્‍ય કેબિનેટ સભ્‍યોએ વિપક્ષના આરોપોથી પોતાનો બચાવ કર્યો. 

(10:08 pm IST)