Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દેશદ્રોહ કેસ : કનૈયા સહિત ૧૦ પર કાર્યવાહીને મંજુરી

કેજરીવાલ સરકારે આખરે મંજુરી આપી દીધી : પોલીસની સ્પેશિયલ સેલને લીલીઝંડી મળી : કનૈયા કુમાર ઉપર સકંજો વધુ મજબૂત કરાયો : ઉંમર ખાલીદ પણ મુશ્કેલીમાં

નવી દિલ્હી, તા.૨૮ : કેજરીવાલ સરકારે જેએનયુએસયુના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર, ઉંમર ખાલીદ સહિત ૧૦ આરોપીઓની સામે કેસ ચલાવવાની આખરે મંજુરી આપી દીધી છે. કેજરીવાલ સરકારના પ્રોસીક્યુશન વિભાગે પોલીસની સ્પેશિયલ સેલને પણ મંજુરી આપી દીધી છે. આ મામલો આશરે એક વર્ષથી દિલ્હી સરકારની પાસે અટવાયેલો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા લાંબા સમયથી કેજરીવાલ સરકારને ભીંસમાં મુકી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દેશ દ્રોહના મામલામાં આરોપી કનૈયા કુમાર અને અન્યોની સામે કેસ ચલાવવને લઇને સંબંધિત વિભાગની ટૂંકમાં મંજુરી લેવામાં આવશે. કેજરીવાલે આ નિવેદન એ સમયે કર્યું છે જ્યારે દિલ્હીની એક કોર્ટે એજ દિવસે આમ આદમી પાર્ટી સરકારને દેશદ્રોહ કેસમાં કાર્યવાહી કરવાની મંજુરીના મુદ્દા ઉપર ત્રીજી એપ્રિલ સુધી સ્ટેટસ દાખલ કરવા માટે કહ્યું હતું.

        કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસને કહ્યું હતું કે, તે સરકારને કેસની મંજુરી આપવ માટે યાદ અપાવે તે વખતે મિડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે, તેમને સંબંધિત વિભાગ (ગૃહ)ને કહેવાનો અધિકાર નથી. તેઓ વિભાગનો નિર્ણય બદલી શકે નહીં પરંતુ તેઓ આના પર વહેલીતકે નિર્ણય લેવા માટે અપીલ કરશે. જેએનયુ દેશદ્રોહ કેસમાં કનૈયા સહિત ૧૦ આરોપીઓની સામે કેસ ચલાવવાને મંજુરી આપી દીધી છે. ચાર્જશીટમં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ ૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે સંકુલમાં એક કાર્યક્રમમાં દેશદ્રોહના નારા લગાવ્યા હતા અને જુલુસ કાઢ્યા હતા. કનૈયા કુમાર ઉપર આખરે સકંજો મજબૂત કરી દેવામાં આવ્યો છે. દિલ્હીના પ્રોસીક્યુશન વિભાગ આ મામલામાં ટ્રાયલ માટેની લીલીઝંડી આપી દીધી છે.

(9:21 pm IST)