Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બંધારણ બચાવો રેલીમાં મોદી મુર્દાબાદ નારાઓ

બિહારમાં કનૈયાકુમાર ફરી વિવાદમાં

પટના, તા.૨૮ : સમગ્ર બિહારમાં સીએએ અને એનઆરસીની સામે જન ગણ મન યાત્રા કાઢી રહેલા કનૈયા કુમારે પટણામાં ગુરુવારના દિવસે એક મોટી રેલી યોજી હતી. પોતાની યાત્રાના સમાપન કાર્યક્રમ વેળા કનૈયાએ પટણામાં ગાંધી મેદાનમાં બંધારણ બચાવો નાગરિકતા બચાવો રેલી યોજી હતી. સામાજિક હસ્તીઓ વચ્ચે કનૈયા કુમારે મંચ પરથી મોદીની સામે જોરદાર ભાષણ કરાવ્યા હતા. સાથે સાથે બાળકને ઉતારીને મોદીની સામે વાંધાજનક શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. કનૈયા કુમારને લઇને આક્ષેપોનો દોર રૂ થઇ ચુક્યો છે.

         બંધારણ બચાવો નારાની સાથે આયોજિત રેલીમાં મચ પર રહેલા બાળકે ભીડની વચ્ચે સ્વતંત્રતાના નારા લગાવ્યા હતા. ગાળા દરમિયાન બાળકે એમ પણ કહ્યું હતું કે, જો ભારતમાં તાજમહેલ અને લાલ કિલ્લા જેવા સ્થળો રહ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું બતાવી શક્યા હોત. મંચ ઉપર ઉભેલા બાળકે કટ્ટરપંથી શખ્સ જેવું વર્તન કર્યું હતું. તે મોદીની સામે ઉશ્કેરણીજનક શબ્દનો ઉપયોગ કરતો રહ્યો હતો અને તમામ લોકો તેને સાંભળતા રહ્યા હતા. છેલ્લે કનૈયા કુમારે પણ બાળકને ખુલ્લુ સમર્થન આપ્યું હતું. બિહારમાં મોદી મુર્દાબાદના નારા લાગ્યા હતા જ્યારે બીજી બાજુ ઇસ્લામ તરફી નારા લગાવવામાં આવ્યા હતા. રેલીના સંદર્ભમાંપણ શોધખોળ રૂ થઇ ચુકી છે.

(7:44 pm IST)