Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

હવે લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પણ મેડિકલેમ વેચી શકશે

ઈરડા દ્વારા ઈન્ડેમનિટી આધારીત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન વેચવા મંજુરી આપવા વિચારણા

નવી દિલ્હી, તા. ૨૮ :. હવે તમે ટૂંક સમયમાં લાઈફ ઈન્સ્યોરન્સ કંપની (જીવન વીમા કંપનીઓ) પાસેથી મેડિકલેમ પોલિસી પણ ખરીદી શકશો. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડા લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓને ઈન્ડેમનિટી (ક્ષતિપૂર્તિ) આધારીત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ઓફર કરવા માટેની મંજુરી આપવા સક્રિય વિચારણા કરી રહી છે. અત્યાર સુધી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓને એવા જ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન વેચવાની મંજુરી હતી, જે માત્ર લાભ આધારિત હોય. ઈન્ડેમનિટી આધારિત હેલ્થ પ્લાન મુખ્યત્વે એવી ઈન્સ્યોરન્સ પોલિસી હોય છે, જેમાં ઈન્સ્યોર્ડ વ્યકિતને હોસ્પીટલમાં દાખલ થતી વખતે વાસ્તવિક ખર્ચનું પેમેન્ટ કરવામાં આવે છે. આ પોલિસી કુલ ઈન્સ્યોર્ડ રકમને આધિન હોય છે. આનો અર્થ એ થયો કે હોસ્પીટલમાં ઈલાજ વખતે થયેલા ખર્ચના નાણા પોલિસી દ્વારા ચૂકવવામાં આવે છે. તેના માટેની સમ ઈન્સ્યોર્ડની મર્યાદા પણ હોય છે. ઈન્ડેમનિટી આધારિત હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી રેગ્યુલર ઈન્ડિવિડયુઅલ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી કે ફેમિલી ફલોટર પોલિસી પણ હોય શકે છે.

(4:05 pm IST)