Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

માર્ચમાં ૧૪ દિવસ બેંક રહેશે બંધ, હડતાળ અને હોળીને કારણે સતત ૬ દિવસ બેંકમાં રહેશે રજા

માર્ચ મહિનામાં કુલ ૧૪ દિવસ બેંકમાં કામ થશે નહીં, માર્ચમાં ૧, ૮, ૧૫, ૨૨, ૨૯ તારીખે કુલ પાંચ રવિવારે બેંક બંધ રહેશે, ૧૦ માર્ચે હોળી અને ૨૫ માર્ચે ગુડીપડવાના કારણે તથા ૧૧થી ૧૩ માર્ચ સુધી હડતાળના કારણે બેંક બંધ રહેશે, જાણો કયા દિવસે કયા કારણે બેંક રહેશે બંધ

નવી દિલ્હી, તા.૨૮: આ વર્ષે હોળી પર સતત ૬ દિવસ બેંક બંધ રહેશે. એવામાં ફકત બેંકોમાં કામકાજ બંધ રહેશે અને સાથે જ ખ્વ્પ્માં પણ કેશની મુશ્કેલી આવી શકે છે. હડતાળ અને રજાના કારણે ૧૦-૧૫ માર્ચ સુધી બેંકનું કામકાજ ખોરવાઈ શકે છે. ૧૦ માર્ચના રોજ હોળીના તહેવારના કારણે બેંક બંધ રહેશે. આ સિવાય બેંક યૂનિયન પોતાની માંગને લઈને ૧૧-૧૩ માર્ચ સુધી ૩ દિવસ બેંકની હડતાળ રાખશે. ૧૪ માર્ચે બીજો શનિવાર અને ૧૫ માર્ચે રવિવારે રજા રહેશે. આ પહેલાં ૮ માર્ચે પણ રવિવારે રજા રહેશે.

તારીખ બેંક બંધ રહેવાનું કારણ

૧ માર્ચ રવિવાર

૬ માર્ચ મિઝોરમ

૮ માર્ચ રવિવાર

૯ માર્ચ હોળી (પ. બંગાળ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ)

૧૦ માર્ચ હોળી

૧૧ માર્ચ હડતાળ

૧૨ માર્ચ હડતાળ

૧૩ માર્ચ હડતાળ

૧૪ માર્ચ બીજો શનિવાર

૧૫ માર્ચ રવિવાર

૨૨ માર્ચ રવિવાર

૨૫ માર્ચ ગુડી પડવો

૨૮ માર્ચ ચોથો શનિવાર

૨૯ માર્ચ રવિવાર

(4:04 pm IST)