Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં કોઇ હિંદુ રાજાએ મસ્જિદ તોડી નથી

ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ - સહનશીલ છે ગડકરી

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એવી કોઇ ઘટના થઇ નથી કે કોઇ હિંદુ રાજાએ કોઇ મસ્જિદ તોડી હોય અથવા તલવારના દમ પર કોઇને જબરજસ્તી ધર્માંતરણ કરાવડાવ્યું હોય. ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ અને સહનશીલ છે.

નીતિન ગડકરીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ ન સંકુચિત છે, ન જાતિવાદ છે અને ન સાંપ્રદાયિક છે. ગડકરીએ કહ્યું કે જો ભારતને ભવિષ્યમાં જીવિત રાખવા ઇચ્છો છો તો, સાવરકરને જો ભુલી જઇશું તો ૧૯૪૭ માં એકવાર એવુ થઇ ચૂકયું છે, મને લાગે છે કે આવાનારા ભવિષ્યના દિવસો સારા નહીં હોય. આ હું ઘણી જવાબદારીથી કહી રહ્યો છું.ઙ્ગ

અખિલ ભારતીય સ્વાતંત્ર્યવીર સાવરકાર સાહિત્ય સંમેલનને સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સૈનિકોને સુચના આપી હતી કે કોઇપણ ધર્મના પવિત્ર સ્થાનનું અપમાન કરવું જોઇએ નહીં. કોઇપણ ધર્મની મહિલા હોય તેની સાથા માતા સમાન વ્યવહાર કરવો જોઇએ.

નીતિન ગડકરીએ કહ્યું કે વીર સાવરકરે જે રાષ્ટ્રવાદી વિચારધારી આપી હતી તે આજે આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો તેમની તરફ હાલમાં ધ્યાન નહીં આપીએ તો એકવાર ફરી આપણે દેશના બે વિભાજન થતા જોઇશું. જો આવું જ રહેશે તો આપણાદેશમાં જ નહીં દુનિયામાં પણ સમાજવાદ નહી રહે, લોકશાહી નહી રહે અને ધર્મનિરપેક્ષતા નહીં જોવા મળે.ઙ્ગ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સેકયુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નથી. તેનો મતલબ સર્વધર્મ સમભાવ છે. આ હિંદુ સંસ્કૃતિનું નૈસર્ગિક સ્વરૂપ છે. આપણે બધી સંસ્કૃતિઓનું સન્માન કર્યું છે. આપણી વિશેષતા અનેકતામાં એકતા છે.

(3:27 pm IST)