Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

યુ.કે.ની જેલમાં અન્ય કેદીઓના હુમલાથી ભારતીય મૂળના કેદીનું મૃત્યુ

લંડન : યુ.કે.માં જેલવાસ ભોગવી રહેલા ભારતીય મૂળના કેદી સંદીપ ઘુમાનનું ગયા મહિને મૃત્યુ થયું હતું જેના અંગે પોસ્ટ મોર્ટમ તથા પોલીસ અહેવાલ દ્વારા જણાવાયા મુજબ તેના ઉપર હુમલો થયો હતો જે માથા ઉપર થવાથી મગજની નસોને ઇજા થઇ હતી જે મોતમાં પરિણામી હતી.
19 ફેબ્રુઆરીના પોલીસ અહેવાલમાં જણાવાયા મુજબ સંદીપ સાથે જેલવાસ ભોગવતા અન્ય બે 28 વર્ષીય કેદીએ તેના ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો
બંને કેદીઓની ઉલટ તપાસ ચાલુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:26 pm IST)