Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

SGVPજોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલની મુલાકાતે ફ્રાન્સ ડેલિગેશન-ટીમ

અમદાવાદ તા. ૨૮ યોગ, આયુર્વેદ અને એલોપથીના સુભગ સમન્વય સાથે ચાલી રહેલ SGVP જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલમાં ભારતની મૈત્રી સંસ્થાના સહયોગથી ફ્રાન્સથી ડેલિગેશન-ટીમ મુલાકાતે આવતા હોસ્પિટલના સંચાલકોએ મહેમાનોનું  ભાવભીનું સ્વાગત કર્યુ હતું.

         ફ્રાન્સ મંડળના ભાઇ બહેનોએ હોસ્પિટલના અલગ અલગ વિભાગો જેવા કે મોડ્યુલર ઓપરેશન થિએટર્સ, આઇ.સિ.યુ. ઇમરજન્સી વિભાગ, પંચકર્મ વિભાગ, વેલનેસ સેન્ટર, યોગ વિભાગ વગેરેની  મુલાકાત લીધી હતી. અને સાથોસાથ યોગ અને પંચકર્મ થેરાપીનો અનુભવ પણ લીધો હતો.

         હોસ્પિટલની તમામ માહિતી હેતલબેન દેસાઇ અને ડો.ભવદીપ ગણાત્રાએ આપી હતી.

         ફ્રાન્સ મંડળ હોસ્પિટલમાં અતિ અાધુનિક સાધનો, સારવારની વિવિધ પદ્ધત્તિઓ-થેરાપી અને સ્વચ્છતા-સુઘડતા  જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

(12:09 pm IST)