Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નીતીશકુમાર-તેજસ્વી યાદવ વચ્ચે દોસ્તાના: તેજસ્વીએ કહ્યું ભાજપ ટેકો ખેંચે તો પણ સરકારને અસ્થિર નહીં થવા દઈએ

ભાજપ ભાગીદાર છતાં બિહારમાં NRC-NPR વિરુદ્ધ પ્રસ્તાવ પસાર: બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક

પટના : બિહારની રાજનીતિના રૂપ બદલાઈ રહ્યા છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ફરી એકવાર વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. નીતિશ કુમાર સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, બિહારમાં સરકારને અસ્થિર નહીં થવા દઈએ.

 બિહાર વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રાજકીય ગતીવિધિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ ઠરાવ પસાર થયા બાદ ભાજપ નિરાશ છે. તો બીજી તરફ સીએમ નીતિશ કુમાર વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે આ બે નેતાઓ વચ્ચે વધી રહેલ નિકટતા ભાજપ સામે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.

 બિહાર વિધાનસભામાં સર્વસંમ્મતિ સાથે એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે કે, NPR 2010ની પ્રશ્નાવલીના આધારે જ રાજ્યમાં તે લાગૂ થાય. નવી જોગવાઈમાં ફક્ત ટ્રાન્સજેન્ડરનો જ સમાવેશ વાળો ડ્રાફ્ટ જ સામેલ કરવામાં આવે. સાથે જ બિહાર વિધાનસભામાં એવો પણ પ્રસ્તાવ પાસ કરાયો છે કે બિહારમાં NRC લાગૂ નહીં થાય.

 

 આ પ્રથમ રાજ્ય બન્યું છે કે, જ્યાં ભાજપ સત્તામાં ભાગીદાર હોવા છતાં પણ આ બિલનો વિરોધ કર્યો છે. આ બધુ તો ઠીક, પણ સૌથી રોચક વાત એ છે કે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે NPRના મુદ્દે કાર્યસ્થગિત પ્રસ્તાવ લાવવાનો અનુરોધ કર્યો, જેને વિધાનસભા અધ્યક્ષે મંજૂરી આપી હતી. સાથે જ બે કલાકની ચર્ચા કરવાની પણ જાહેરાત કરી હતી.

(12:02 pm IST)