Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

જસ્ટીસ મુરલીધરને નવા સ્થાને હાજર થતા પૂર્વે ૧૪ દિવસનો જોઇનીંગ પીરીયડ કેમ ન અપાયો?

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના જજ એસ. મુરલીધરની બદલીનો આદેશ કરતી વખતે અમને ઔપચારિક ૧૪ દિવસનો સમય આપવા કેમ ઇન્કાર કર્યો? શું મંત્રાલય એ હકીકતથી અજાણ હતો કે, આ સમયે જજ એસ. મુરલીધર દિલ્હી હિંસાને નહીં રોકવાનો દોષ દિલ્હી પોલીસ પર મૂકી એટર્ની જનરલ તુષાર મહેતાની અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. અને થોડાજ કલાકો પરથી એમના બદલીના આદેશનું નોટિફીકેશન બહાર પાડી દીધું જેની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયન ૧૨મી ફેબ્રુઆરીએ કરી હતી. ગઇકાલે જ્યારે જજ મુરલીધરે દિલ્હી પોલીસ અને કપિલ મિશ્રા સામે દિલ્હી હિંસા સંદર્ભે પ્રશ્નો કર્યા પછી તરતજ રાષ્ટ્રપતિએ અને સીજેઆઇએ એમની એજ દીવસે પંજાબ હરિયાણા હાઇકોર્ટ બદલીનો આદેશ કરી દીધો. બદલી આદેશમાં સામાન્ય રીતે અપાતો ૧૪ દિવસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો જેનો અર્થ થાય છે કે, આદેશનો અમલ તરત જ કરવો. જજ મુરલીધરે તુરતજ દિલ્હી હાઇકોર્ટને અલવિદા કરી દીધી. કાયદામંત્રીએ કહયું કે બદલીનો આદેશ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ મુજબ અને જજની સંમતિ મેળવ્યા પછી કરાયો હતો અને બદલી વખતે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરાયું છે. જજ એસ. મુરલીધરને દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશે કહયુ હતુ કે, એ પોતાના ઘરે મંગળવારે રાત્રે અરજીની સુનવણી કરે જેમાં દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઇ જવા પોલીસ રક્ષણની માંગણી કરાઇ હતી કારણકે, હિસાંગ્રસ્ત વિસ્તારોમાં એમ્બ્યુલન્સને પણ અટકાવાઇ રહયુ હતુ. જજે એ મુજબ સુનવણી કરી હતી અને પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, તેઓ પીડિતો અને ડોકટરો સાથે મળી ઘવાયેલ દર્દીઓની સરવારમાં મદદ કરે. બીજા દિવસે જજે કોર્ટમાં દિલ્હી હિંસા સંદર્ભે સુનવણી કરી હતી જેમા એમણે દિલ્હી પોલીસને ભાજપ નેતાઓ સામે એફઆઇઆર દાખલ કરવા કહયું હતું, જેમણે ટોળાને ઉશ્કેરવા ભાષણો કર્યા હતા. એ જ રાત્રે સરકારે એમની બદલીનો આદેશ જારી કરી નાખ્યો.

(11:50 am IST)