Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

છેતરપીંડીના બનાવો પણ ૭૦ ટકા ઘટયા

બેંકોનું 'સ્વાસ્થ્ય' સુધર્યું: NPA ઘટીને ૭.૧૭ લાખ કરોડઃ ૧૮ માંથી ૧૨ બેંક નફામાં

નવી દિલ્હી,તા.૨૮: સરકારે બેંકોનું NPA ઘટાડવાના શરૂ કરેલા પ્રયાસોની અસર જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ છેલ્લા સાત  કવાર્ટરમાં બેંકોનું કુલ NPA ૧૪.૬ ટકાથી ઘટીને ૧૧.૩ ટકા પર આવી ગયું છે.

એટલુ જ નહિ આ દરમ્યાન બેન્કીંગ છેતરપીંડીની ઘટનાઓ પણ ઓછી થઇ છે.

સરકારી બેંકોનું  NPA ૮.૯૬ લાખ કરોડથી ઘટીને રૂ.૭.૧૭ લાખ કરોડ પર પહોંચી ગયું છે. આ આંકડા માર્ચ ૨૦૧૮થી લઇને ડિસેમ્બર ૨૦૧૯ની વચ્ચે છે. એટલું જ નહિ બેંકો  સાથે છેતરપીંડીની ઘટનાઓમાં પણ ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

સરકારે લીધેલા વિવિધ પગલાઓને કારણે બેંકોનું એનપીએ ઘટયું છે.જેના કારણે ૧૮માં થી ૧૨ બેંક ચાલુ નાણાકીય વર્ષમાં નફામાં આવી ગઇ છે.

(11:45 am IST)