Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પાકિસ્તાનના મિત્ર તુર્કીએ દિલ્હી હિંસા મુદ્દે કર્યો બફાટ હિન્દુઓ પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવ્યો

ભારતે તુર્કીને દેશની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળવાની સલાહ આપી

નવી દિલ્હી : પાકિસ્તાનના મીત્ર દેશ તુર્કી રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને દિલ્હીની હિંસા અંગે ઉશ્કેરણીજનક પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હીમાં હિંસામાં 38 લોકોનાં મોત બાદ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને દિલ્હી હિંસામાં હિન્દુઓ પર મુસ્લિમોના નરસંહારનો આરોપ લગાવ્યો હતો. એર્દોગન પોતાને મુસ્લિમો અને ઇસ્લામના મસીહા બતાવવાની કોશિશ કરી રહ્યો છે.

  તેમણે આરોપ લગાવ્યો હતો કે ટોળાએ ટ્યુશન સેન્ટરોમાં ભણતા મુસ્લિમોના બાળકોને લોખંડના સળિયાથી માર્યા હતા. જેમ કે તેઓ તેમને મારવા માગે છે. જોકે ભારતે તુર્કીને દેશની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળવાની સલાહ આપી હતી. સરહદ આતંકવાદને પ્રોત્સાહન આપવા સામે ભારતે પણ અંકારાને ચેતવણી આપી હતી

(11:17 am IST)