Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોરોના વાયરસના 'કારમા પ્રહાર'થી વિશ્વભરના શેરબજારો બીમારઃ અમેરિકાનું શેરબજાર ૨૦૦૮ બાદના નીચલા સ્તરે

શેરબજારમાં વ્હેલી 'હોળી': ઈન્ટ્રા-ડે ૧૫૦૦ પોઈન્ટનો કડાકોઃ ૫ મીનીટમાં રોકાણકારોના ૫ લાખ કરોડ સ્વાહા

બપોરે ૩.૦૦ કલાકે સેન્સેકસ ૧૪૯૭ અને નિફટી ૪૫૦ પોઈન્ટ ડાઉનઃ બ્લેક ફ્રાઈ ડેથી રોકાણકારોમાં ગભરાટઃ તમામ સેકટર રેડઝોનમાં: જબરી વેચવાલી

મુંબઈ, તા. ૨૮ :. કોરોના વાયરસ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ વાયરસના પ્રહારના કારણે વિશ્વભરના શેરબજારો હલબલી ઉઠયા છે. અમેરિકાનું શેર માર્કેટ ૨૦૦૮ પછીના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયુ છે. આ પહેલા ૨૦૦૮માં અમેરિકાનું શેરબજાર મંદીમાં ફસાયુ હતું. ગઈકાલે ડાઉજોન્સમાં એક દિવસમાં સૌથી મોટો ૧૧૯૧ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. તેની અસર સ્વરૂપ આજે મુંબઈ શેરબજારમાં પણ ભયાનક કડાકો બોલી ગયો છે. ઈન્ટ્રા-ડે સેન્સેકસ ૧૫૦૦ પોઈન્ટ અને નિફટી ૪૫૦ પોઈન્ટ તૂટયા હતા અને આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૪૯૭ પોઈન્ટ ઘટીને ૩૮૨૪૭ તો નિફટી ૪૫૦ પોઈન્ટ તૂટી ૧૧૧૮૨ ઉપર છે. બજારમાં ચોતરફા વેચવાલી જોવા મળી રહી છે. માત્ર પાંચ જ મીનીટમાં રોકાણકારોએ રૂ. ૫ લાખ કરોડ ગુમાવ્યા છે. તમામ સેકટરના શેર રેડઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

વિશ્વભરના બજારોમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન, દ. કોરીયા સહિતના દેશોના શેરબજારોમાં પણ કડાકો બોલી ગયો છે. આજે સતત ૬ઠ્ઠા દિવસે મંુબઈ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે ખૂલતાવેત ૬૫૮ પોઈન્ટ બજાર તૂટયુ હતું.

આજે શેરબજાર તૂટવાનો છઠ્ઠો દિવસ છે. અત્યાર સુધીમાં ઈન્વેસ્ટરોના ૧૦ લાખ કરોડ ઓગળી ગયા છે. મહિન્દ્રા ૪૬૬, ટાટા સ્ટીલ ૩૮૪, પરાગ મિલ્ક ૮૨, અદાણી પાવર ૪૮, જીએમઆર ૨૦, ડીશ ટીવી ૮.૨૬, દીવાન ૧૪.૫૦, એચસીએલ ૫૪૩, બજાજ ફાય. ૪૫૦૦, ટાટા મોટર્સ ૧૩૧, ઈન્ડીયા બુલ્સ ૨૮૪, વેદાંતા ૧૧૬, અલ્હાબાદ બેન્ક ૧૧.૪૫, સુદર્શન કેમ. ૪૮૫, ત્રિવેણી ૯૫, શ્રીરામ સીટી ૧૪૨૮, કન્ટેનર ૫૨૩ ઉપર છે. આ ઉપરાંત વોડાફોન, યશ બેન્ક, ઈન્ડીયા બુલ્સ, પંજાબ બેંક વગેરેમા પણ કડાકો બોલી ગયો છે. શેરબજાર ઘટી રહ્યુ છે અને સોનુ વધી રહ્યુ છે.

સેંસેકસમાં સૌથી મોટા ઘટાડા

કોરોના વાયરસ ખતરનાક બનતા અસર

મુંબઇ, તા.૨૮: વિશ્વના જુદા જુદા દેશોમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસના કારણે દુનિયાના શેરબજાર પણ બિમાર થઇ ગયા છે. આજે અમેરિકી ડાઉ જોન્સમાં ૧૨૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયા  બાદ તેની અસર હેઠળ ભારતીય બજારો પણ હચમચી ઉઠ્યા છે. વિદેશી બજારમાં મચી ગયેલા હાહાકારની અસર આજે સવારમાં ભારતીય બજારમાં જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ પણ ૧૦૦૦ પોઇન્ટથી વધારે ઘટી જતા કારોબારીઓ પરેશાન દેખાયા હતા. તમામ શેરમાં મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. નાસ્ડેકમાં ૪૦૦ પોઇન્ટનો ઘટાડો થયો છે. શેરબજારમાં છેલ્લા છ દિવસથી ઘટાડો ક્યાં દિવસે કેટલો થયો છે તે નીચે મુજબ છે.

*  ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૫૩ પોઇન્ટનો ઘટાડો થયો

*  ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

*  ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે કારોબારના અંતે  અંતે સેંસેક્સ ૮૨ પોઇન્ટ ઘટી ગયો

*  ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે  વધુ ૩૯૨ પોઈન્ટનો ઘટાડો થયો હતો.

*  ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સ વધુ ૧૪૩ પોઇન્ટ ઘટી ગયો

*  ૨૮મી ફેબ્રુઆરી  ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો થયા

સેંસેકસમાં સૌથી મોટા ઘટાડા

કોરોના વાયરસ ખતરનાક બનતા અસર

મુંબઇ, તા.૨૮: શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના વૈશ્વિક ફેલાવવાને લઇને વધતી ચિંતા વચ્ચે આજે શેરબજારમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં  રેકોર્ડ ઘટાડો થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૦૦૦ પોઇન્ટથી વધુ ઘટાડો રહ્યો હતો. સેંસેક્સમાં મોટા ઘટાડા નીચે મુજબ છે.

*  ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

*  ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો

*  ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો

*  ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયો

*  પહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સ ૯૮૮ પોઇન્ટ ઘટ્યો

*  ૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો

*  ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો

*  ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો

*  છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો

*  છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો

*  બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો

*  ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો

*  ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો

*  ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

*  ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

*  ૪થી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૮૦૬ પોઇન્ટનો ઘટાડો

*  ૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો

*  ૫મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૭૯૨ પોઇન્ટનો ઘટાડો

*  છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે ૭૮૮ પોઇન્ટનો ઘટાડો

*  ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો

*  ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો

*  ૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો

*  ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો

*       ૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો

(3:21 pm IST)