Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા બાદ એક્શન લેવા માટેની શરૂઆત થઇ

તાહિર હુસૈન પર મર્ડરનો કેસ થયો

નવી દિલ્હી, તા.૨૮ : પાટનગર દિલ્હીના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં ત્રણ દિવસ સુધી થયેલી હિંસા બાદ હવે એક્શનની રૂઆત થઇ ચુકી છે. વાયરલ વિડિયોમાં તોફાની તત્વોની સાથે દેખાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન ઉપર ગુરુવારે મોડી સાંજે સંકજો મજબૂત કરવામાં આવ્યો હતો. પહેલા તેમની ફેક્ટ્રીને સીલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મોડેથી તેમની સામે હત્યાનો કેસ દાખલ કરાયો હતો. એએપીમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે તેમની સામે મર્ડરના ચાર્જમાં એફઆઈઆર દાખલ કરી દીધી છે. આગામી દિવસો તેમના માટે કાનૂની સંકજાવાળા રહી શકે છે. દિલ્હી પોલીસે પણ તેમની સામે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ કેસ દાખલ કરી દીધો છે.

          તાહિરનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ તોફાની તત્વો સાથે નજરે પડ્યાહતા. આ તોફાની તત્વો તેમની છત પરથી નીચે પથ્થરો અને બોંબ ફેંકી રહ્યા હતા. તાહિર હુસૈનના વિડિયો વાયરલ થયા બાદથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી હતી. તાહિરે પોતાને નિર્દોષ તરીકે ગણાવીને આક્ષેપોને ફગાવી દીધા છે. દલીલોની વચ્ચે તેમના આવાસથી પેટ્રોલ બોંબ, એસિડની બોટલો મળી આવી છે.

(7:41 pm IST)