Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આવતા વર્ષે ભારતમાં ખુલશે પહેલો એપ્પલ સ્ટોર : ટિમ કુકની જાહેરાત

નવી દિલ્હી : ભારતમાં કારોબાર વધારવાની દિશામાં આગળ વધી રહેલી અમેરિકાની ટેક કંપની એપલ ઈન્ક.એ અહીં પોતાનાં રિટેલ સ્ટોર ખોલવાની અંતિમ તારીખ નક્કી કરી છે. સીઇઓ ટિમ કૂકે જણાવ્યું છે કે ભારતમાં એપલનું પ્રથમ સ્ટોર 2021માં ખુલશે. અત્યાર સુધી ભારતમાં એપલના પ્રોડક્ટસ કંપનીના ઓથોરાઈઝ્ડ શોરૂમમાં મળતા હતા અથવા તમે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી શકતા હતા.

  • કેલિફોર્નિયામાં ચાલી રહેલી કંપનીની વાર્ષિક શેરહોલ્ડરની મીટિંગ દરમિયાન ટિમ કૂકે ભારતમાં પોતાના પ્લાન રજૂ કર્યા હતા
  • ટિમ કૂકે કહ્યું કે, મને નથી લાગતું કે આપણે રિટેલમાં બહુ સારા પાર્ટનર બનીશું, આપણે ઘણી બાબતો આપણી રીતે કરવાનું પસંદ કરીએ છીએ.
(12:59 am IST)
  • રામપુરથી સપાના સાંસદ આઝમખાનના પુત્ર અબ્દુલ્લા ખાનનું ધારાસભયપદ રદ : યુપી વિધાનસભા સચિવાલય દ્વારા બેઠક ખાલી જાહેર access_time 12:20 am IST

  • ઉધ્ધવ ઠાકરેની મુસ્લિમોને ભેટઃ સરકારી સ્કુલ-કોલેજમાં પ% અનામત : મહારાષ્ટ્રમાં સરકારી સ્કુલ અને કોલેજોમાં મુસ્લિમોને પ ટકા અનામત આપવાને સરકારે લીલીઝંડી આપીઃ આ નિર્ણયને ટૂંક સમયમાં વિધાનસભામાં પાસ કરાવાશેઃ એનસીપીના પ્રવકતાની જાહેરાત access_time 4:02 pm IST

  • " ડિજિટલ ઇન્ડિયા " : સુટકેસને બદલે ટેબ્લેટ લઇ બજેટ રજૂ કરતા હરિયાણા ગઠબંધન સરકારના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર : સરકારી સ્કૂલોમાં શ્રેષ્ઠ શિક્ષણ અપાશે : હોસ્પિટલોમાં ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવાનો કોલ : ભારતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ડિજિટલ બજેટ અને મુખ્યમંત્રી દ્વારા બજેટ રજુ કરાયાનો વિક્રમ : 1.42 લાખ કરોડનું બજેટ access_time 12:45 pm IST