Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દેશભરમાં લાગશે 10 લાખ નવા સ્માર્ટ વીજ-મીટર બિલ નહીં ચૂકવો તો ઘરમાં આપોઆપ થશે અંધારા

બિલના નાણાની ચૂકવણી કર્યા બાદ આપોઆપ વીજપ્રવાહ આવી જશે

 

મીટર રિડિંગ માટે ટૂંક સમયમાં ઘરમાં લાગશે સ્માર્ટ મીટર. સરકારે આ માટે તૈયારી કરી લીધી છે. નવા મીટર લાગ્યા બાદ નિયત સમયમાં બિલ નહીં ભરો તો ઘરની વીજળી આપોઆપ બંધ થઈ જશે. અને બિલના નાણાની ચૂકવણી કર્યા બાદ આપોઆપ વીજપ્રવાહ આવી જશે

 . કેન્દ્રીય ઉર્જા રાજ્યપ્રધાન આર.કે સિંહે ભારત સરકારને સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ સમગ્ર ભારતમાં 10 લાખ સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને બિહારમાં સૌ પ્રથમ કામગીરી ચાલી રહી છે.

   આ પ્રકારના મીટર લગાવીને સરકાર વીજળી વિતરણની કામગીરી નીપૂર્ણ બનાવવા માગે છે. જેનાથી લોકોને યોગ્ય સુવિધાની પ્રાપ્તી થશે. વિદ્યુત મંત્રીએ આ અવસરે સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ નેશનલ ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રોગ્રામ પહેલ કાર્યક્રમોના ડેશબોર્ડનનો પણ પ્રારંભ કર્યો હતો. આ સાથે એક મોબાઈલ એપ્લિકેશન-EK EESLનો પણ પ્રારંભ કર્યો હતો.

(12:43 am IST)