Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઉજ્જવલામાં એલપીજીનું લક્ષ્ય ૭ માસ પૂર્વે મેળવાયું

નવીદિલ્હી, તા. ૧૯ :પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગે બોલતાં શ્રી એસ.એસ.લાંબાએ જણાવ્યું કે, ગરીબ પરિવારોને, વિશેષતઃ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ બળતણ પૂરું પાડવા તથા દેશમાં એલપીજી રાંધણ ગેસનો વ્યાપ વધારવાના હેતુ સાથે સરકાર દ્વારા મે, ૨૦૧૬માં પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) લોન્ચ કરવામાં આવી હતી, જેમાં પ્રારંભિક સ્તરે ૫ કરોડ લાભાર્થીઓનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. જેને સુધારીને માર્ચ, ૨૦૨૦ સુધીમાં ૮ કરોડ જોડાણનું કરાયું હતું. આ લક્ષ્યાંક તેના નિર્ધારિત સમય કરતાં ૭ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર,૨૦૧૯માં જ હાંસલ કરી લેવાયો હતો. ઈન્ડિયન ઓઈલ દ્વારા પીએમયુવાય હેઠળ ગુજરાતમાં ૧૪.૦૯ લાખ જોડાણો અપાયા હતાં જ્યારે દેશભરમાં તેના લાભાર્થીઓની સંખ્યા ૩.૭ કરોડ છે. ગુજરાતમાં એલપીજીનો વ્યાપ ૨૦૧૪ના ૪૯ ટકાથી વધીને હાલમાં ૮૮.૭ ટકા (૨૦૧૪માં અખિલ ભારતીય સ્તરે એલપીજીનો વ્યાપ ૫૬ ટકા હતો જે હાલમાં ૯૭ ટકા છે) થયો છે.

(8:37 am IST)