Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આતંકવાદની લડાઈમાં રશિયા હંમેશા ભારતની પડખે : પુતિને ટેલિફોન પર વડાપ્રધાન મોદી સાથે વાત કરી

રશિયાના વ્લાદિવોસ્ટોકમાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું

 

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં વિશ્વના ટોચના દેશોની નજર  મડરાયેલી છે. એવામાં રશિયાએ આંતકવાદની લડાઇમાં સાથે હોવાની વાત કરી છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદીમીર પુતિને ભારતીય વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી.

   જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભારતીના CRPFના 44 જવાન શહીદ થયા હતા, ઘટનાને લઇને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રવર્તી હતી, ઘટનાને લઇને રશિયાના પ્રેસિડન્ટ પુતિને દિલ્હી સ્થિતિ વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી. વાતચિતમાં પુતિને પુલવામા હુમલા અંગે સહાનુભુતિ વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું કે આતંકવાદીની લડાઇમાં હંમેશા રશિયા ભારતની સાથે છે.
  
ટેલિફોનિક વાતચિતમાં બંને નેતાઓએ આતંકવાદની જડમૂડથી ખતમ કરવાની વાત કરી હતી. સાથે આવનારા દિવસોમાં બંને દેશો સાથે મળીને વિકાસ સાધવાની વાત પર રાજી થયા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને રશિયાના વ્લાદિવોસ્ટોકમાં યોજાનાર ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીએ પણ બંને દેશો વચ્ચે આર્થિક કોઓપરેશન માટે મહત્વની ફોરમમાં હાજરી આપવાની મંજૂરી આપી હતી

(11:59 pm IST)