Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કેન્દ્ર સરકાર આકરા પાણીએ :જમાત-એ ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો

શંકાસ્પદ ગતિવિધીમાં સંકળાયેલું હતું. તેમજ આતંકી સગંઠનનોને મદદ કરતું હોવાના મામલે પાંચ વર્ષ સુધી પ્રત્યબંધ મુકાયો

 

નવી દિલ્હી ;આતંકવાદને પ્રોત્સાહન આપવા મામલે કેન્દ્ર સરકાર એક પછી એક નિર્ણયો કરી રહી છે અલગાવવાદીઓની અટકાયત બાદ -જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રસરકારે જમાત- -ઇસ્લામી સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે.

  ગૃહ મંત્રાલયે સંગઠન પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. ગૃહ મંત્રાલય તરફથી અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જમાત--ઇસ્લામી કાશ્મીર સંગઠન શંકાસ્પદ ગતિવિધીમાં સંકળાયેલું હતું. તેમજ આતંકી સગંઠનનોને મદદ કરતું હતું.

   ગૃહ મંત્રાલયનાં જણાંવ્યા પ્રમાણે તાજેતરમાં સંગઠનનાં અનેક નેતાઓ ઝડપી લેવાયા હતાં. કેન્દ્ર સરકારે જમાત--ઇસ્લામી વિશે જણાંવ્યું કે, ગેરકાનૂની સંગઠન છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે  પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરનાં અલગતાવાદી નેતાઓ સહિત તમામ શંકાસ્પદ સંગઠનો પર સરકારની કડક નજર છે. જે તમામ આતંકી પ્રવૃતીઓને પ્રોત્સાહન આપે છે.

 

(11:50 pm IST)