Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ચોથા રાજ્યમાં ભાજપ બેકફૂટની સ્થિતિમાં :પંજાબમાં અકાલીદળ 10 બેઠકો અને ભાજપ ત્રણસીટ પર લડશે

બિહાર, મહારાષ્ટ્ર અને તમિલનાડૂમાં ગઠબંધન કરી સીટ શેરિંગના નિર્ણય થયા બાદ પંજાબમાં સહમતી

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહાર, મહારાષ્ટ્ર અને તમિલનાડૂમાં ગઠબંધન કરી સીટ શેરિંગનો નિર્ણય થયા બાદ હવે ભાજપે જુના સાથી અકાલી દળ સાથે પણ સીટ શેરિંગ પર સહમતી સાધી લીધી છે. ગત લોકસભાની ચૂંટણીની જેમ જ ભાજપ અને અકાલી દળ વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણી માટે સહમતિ થઇ છે. અહીં અકાલી દળ 10 અને ભાજપ ત્રણ સીટો પર ચૂંટણી લડશે.

   ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલજી સાથે અકાલી દળ અને ભાજપના પંજાબ યૂનિટના નેતાઓ સાથે બેઠક થઈ. અકાલી-બીજેપી ગઠબંધન 2019 લોકસભા ચૂંટણી સાથે લડશે. બંન્ને પાર્ટીઓની સીટો અને સંખ્યા 2014 લોકસભાની ચૂંટણીની જેમ યથાવત રહેશે, અકાલી દળ 10 સીટો પર અને ભાજપ ત્રણ સીટો પર ચૂંટણી લડશે.

(9:04 pm IST)