Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જૈશ પર પ્રતિબંધ મુકવા માટે તૈયાર કરાયેલ તખ્તો

અમેરિકા, ફ્રાંસનો મસુદ પર સકંજો

નવીદિલ્હી, તા. ૨૮ : અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદ ઉપર પ્રતિબંધ મુકવા માટે નવેસરથી દરખાસ્ત રજૂ કરી દીધી છે. જૈશના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઇને રજૂઆત કરવામાં આવી ચુકી છે. જો પ્રતિબંધ મુકવામાં આવશે તો તેના વૈશ્વિક પ્રવાસ ઉપર પ્રતિબંધ મુકાશે. સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેના ઉપર ચાંપતી નજર રખાશે. તમામ દેશો દ્વારા તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને સુરક્ષા પરિષદની રજૂઆતને સ્વીકારવી પડશે. જો પ્રતિબંધ મુકાશે તો વ્યક્તિગત અથવા સંગઠનની આર્થિક ગતિવિધિ ઉપર બ્રેક મુકાશે. તમામ ફંડ બંધ કરવામાં આવશે. તેના તરફથી ચાલતી દરેક ગતિવિધિને બંધ કરી દેવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસુદ પર સકંજો મજબૂત કરાયો છે.

(8:14 pm IST)