Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પંજાબ નેશનલ બેન્ક દ્વારા લોનના દરમાં ૦.૧૦ ટઠકા પોઇન્ટનો ઘટાડો

હોમ અને કાર લેનારાઓ માટે સારા સમાચાર છે. SBI બાદ હવે પંજાબ નેશનલ બેંક (PNB) પણ લોન સસ્તી કરી દીધી છે. પીએનબીએ એમસીએલઆરમાં 0.10 ટકા પોઇન્ટનો ઘટાડો કર્યો છે. ઘટાડો વિભિન્ન સમયવિધિના લોન માટે કરવામાં આવી છે. પીએનબીએ શેર બજારોને આપેલી સૂચનામાં કહ્યું છે કે ઘટાડો 1 માર્ચ 2019થી લાગૂ થશે.

ઘટાડા બાદ હવે આટલો થયો પીએનબીનો એમસીએલઆર

એક વર્ષની લોન ઓઅર વ્યાજ દર 8.55 ટકાથી ઘટાડીને 8.45 ટકા કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ત્રણ વર્ષની લોન માટે વ્યાજ દર ઓછો કરી 8.65 ટકા હશે. એક દિવસ/એક મહિનો/ ત્રન/ મહિના માટે એમસીએલઆરને પણ 0.10 ટકા ઓછો કરી ક્રમશ: 8:05 ટકા, 8.10 ટકા તથા 8.15 ટકા કરી દેવામાં આવ્યો છે. આધાર દર 9.25 ટકા પર રહેશે.

એસબીઆઇએ પણ ઘટાડ્યા વ્યાજદર

પહેલાં 8 ફેબ્રુઆરીના રોજ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ 30 લાખ રૂપિયા સુધી હોમ લોન પર વ્યાજ દર 0.05 ટકા ઓછો કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક (RBI) 2018-19ની અંતિમ દ્વિમાસિક મૌદ્વિક નીતિ સમીક્ષામાં મુખ્ય નીતિગત દર રેપોને 0.25 ટકા ઓછો કરીને 6.25 ટકા કરી દીધો. તેનાથી બેંકો માટે લોન સસ્તી કરવાનો રસ્તો સાફ થઇ ગયો.

(4:32 pm IST)