Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બેંગ્લોર ખાતે એશિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ અને બિઝનેસ મીટ યોજાઇ : મલેશિનયન મિનિસ્ટરની હાજરી

એશિયન પ્રદેશમાં વેપાર થતી સૌથી વધુ કોમોડીટીમાંથી એક પામતેલ છે

બેંગ્લોર તા. ૨૮ : ધ ફેડરેશન ઓફ કર્ણાટક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એફકેસીસીઆઈ) દ્વારા ધ લલિત અશોક, બેન્ગલુરુ, ભારત ખાતે ૨૫મીથી ૨૭મી ફેબ્રુઆરી સુધી એશિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી બિઝનેસ મીટ ૨૦૧૯નું આયોજન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન થકી એશિયનના નિકાસકારો અને આયાતકારો, ભારત અને દરિયાપારના મોવડીઓ,  અગ્રણી કોર્પોરેટ્સ અને ઉદ્યોગના ટોચના મેનેજમેન્ટ, અમલદારો, નીતિના ઘડવૈયાઓ અને પીએસયુના પ્રમુખ તથા રાષ્ટ્રીય અને રાજય ઉદ્યોગ સંગઠનના સભ્યો એક મંચ પર આવ્યાં હતાં. આ સંમેલનનું લક્ષ્ય ભારત અને સહભાગી દેશો માટે વેપાર, ધંધો અને રોકાણોને પ્રોત્સાહન કરવાનું હતું અને નવાં જોડાણોની ખોજ કરવા લોકો માટે ઉચ્ચ સ્તરીય નેટવર્કિંગ મંચ મળે અને હિસ્સાધારકો સામે નવી પ્રોડકટો પ્રદર્શિત કરી શકાય એ હતું.

એશિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી બિઝનેસ મીટના વિધિસર શુભારંભ પછી મલેશિયાના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ પ્રાઈમરી ઈન્ડસ્ટ્રીઝ સન્માનનીય દાતુક સેરી શમસુલ ઈસ્કંદર બિન મહમદ અકીન દ્વારા સંબોધન કરાયું.

ભારત અને એશિયન વચ્ચે વેપારના ઈતિહાસ પર સંક્ષિપ્ત સ્પર્શ કર્યો હતો અને એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ (એશિયન) સાથે ભારતે સહીસિક્કા કર્યા તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઈન ગૂડ્સ (એફટીએજી)ની યાદ અપાવી હતી.

ભારત અને એશિયન ઐતિહાસિક અને સાંસ્કૃતિક એકતામાં ઊંડાં મૂળ ધરાવે છે, જેને લીધે બંને વચ્ચે આર્થિક અને વ્યાવસાયિક સંબંધો માટે ઉત્તમ મંચ મળે છે. એશિયા- પેસિફિક પ્રદેશનાં લોકોનાં હિતોનું રક્ષણ કરતાં વેપાર, સંસ્કૃતિ અને સિદ્ઘાંતો અપનાવતાં શાંતિ, સ્તિરતા અને સમૃદ્ઘનો માર્ગ મોકળો બનશે એ વાત પર તેમણે ભાર આપ્યો હતો. આજે એશિયન અને ભારત વાર્તાલાપનાં ૨૭ વર્ષ, સમિટનાં ૧૭ વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીનાં ૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

મલેશિયાના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ પ્રાઈમરી ઈન્ડસ્ટ્રીઝ સન્માનનીય દાતુક સેરી શમસુલ ઈસ્કંદર બિન મહમદ અકીને એમ પણ જણાવ્યું કે આજે વધુ ફળદ્રુપ એશિયન અને ભારતીય વેપાર વિસ્તરણ, વિકાસ અને વૃધ્ધિ માટે પ્રેરકો વિવિધ તકનાં ક્ષેત્રોમાં સંયુકત સાહસો થકી વૃદ્ઘિ માટે માર્ગ કરી શકે તે નાવીન્યતા, સ્થાનિકીકરણ અને પ્રતિભા કેળવણી થકી સામાજિક અને આર્થિક ભાગીદારીઓ અપનાવવામાં રહેલાં છે.

એશિયન પ્રદેશમાં વેપાર કરાતી સૌથી વધુ કોમોડિટીઝમાંથી એક પામ તેલ છે અને ભારત મલેશિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ નિકાસ સ્થળ છે. ભારતની ઓઈલ અને ફેટ્સ બજાર ગતિશીલ છે અને વસતિ વૃદ્ઘિ અને વધતા પ્રભાવ સાથે વૃદ્ઘિ ચાલુ રાખશે. બારત તેનાં કુલ ઓઈલ અને ફેટ્સના ઉપભોગનાં આશરે ૬૦ ટકા આયાત કરે છે અને એશિયન દેશની માગણીનો પહોંચી વળવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(3:53 pm IST)