Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

દુનિયભરમાં બાળકોને થતા કેન્સરમાંથી અડધાનું નિદાન નથી થતું

૪ લાખ બાળકોમાં કેન્સર પણ નિદાન માત્ર ર લાખનું: બાળકોમાં થતા કેન્સરમાં મોટાભાગે લ્યુકેમીયા

કેન્સરગ્રસ્ત દર બે બાળકમાંથી એકના રોગનું નિદાન નથી થતું એવું બાળકોના કેન્સર અંગે ૨૦૦ દેશોમાં થયેલા એક વૈશ્વિક અભ્યાસમાં કહેવાયું છે. લાન્સેટ ઓન્કોલોનુ જર્નલમાં પ્રકાશીત થયેલ આ અભ્યાસ અનુસાર વાર્ષિક ૪૦૦૦૦૦ બાળકો કેન્સર ગ્રસ્ત થાયછે જેમાંથી ૨,૦૦,૦૦૦નીજ સારવાર થાય છે જયારે બાકીના સારવાર વગર જ મોતને ભેટે છે.

જોકે આ આંકડો સ્થળ પ્રમાણે બદલાય છે. પશ્ચિમયુરોપ અને ઉત્તર અમેરિકામાં નિદાન થતા વગરના બાળ કેન્સરનો આંકડો ૩ ટકા, દક્ષિણ એશીયામાં ૪૯ ટકા અને પશ્ચિમ આફ્રીકામાં ૫૭ ટકા, ૨૦૧૫માં નોંધાયો હતો. હાવર્ડ યુનિવર્સિટીની ટીમના મતે બાળકેન્સરના ૯૨ ટકા કેસ ઓછી આવક અને મધ્યમ આવક વાળા દેશોમાં થાય છે જે જૂની ગણત્રીઓ કરતા ઘણા વધારે છે.

દાખલા તરીકે,૨૦૧૫માં આખા વિશ્વમાં બાળકેન્સરના ૩,૯૭,૦૦૦ કેસ હતા જેમાંથી ૨,૨૪,૦૦૦નું જ નિદાન થયું હતું. આના પરથી જાણી શકાય છે કે ૪૩ ટકા કેસનું નિદાન જ નહોતું થયું. બાળકોમાં થતા કેન્સરમાં સૌથી વધારે થતું કેન્સર એલ્યુટ લીમ્ફોબ્લાસ્ટીક લ્યુકેમીયા દુનિયાના દરેક વિસ્તારમાં જોવા મળ્યું છે આ ટીમના અંદાજ અનુસાર ૨૦૧૫ થી ૨૦૩૦ વચ્ચે બાળકેન્સરના ૬.૭ મીલીયન નવા કેસ વિશ્વભરમાં નોંધાશે, જો આરોગ્ય વિભાગની કાર્યશૈલીમાં સુધારો નહીં થાય. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:37 pm IST)