Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અભિનંદન વર્તમાને જ પાક.ના F-16ને ફુંકી માર્યુ હતું

ટકરાવ એ સમયે શરૂ થયો જ્યારે પાક. એરફોર્સના ૧૦ એરક્રાફટ LOC પર આગળ વધતા હતા

નવી દિલ્હી તા. ૨૮ : પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની જબજસ્ત એર સ્ટ્રાઈક બાદ ગઈ કાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ઘ વિમાનો વચ્ચે અવાકાશી યુદ્ઘ જામ્યું હતું. જેમાં પાકિસ્તાનનું F-16 યુદ્ઘ વિમાન ભારતે તોડી પાડ્યું હતું. આ વિમાન બીજા કોઈ નહીં પણ હાલ પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદને જ તોડી પાડ્યું હતું.

વિંગ કમાંડર અભિનંદને LoC પર પાકિસ્તાનના F-16ને જોતા જ MiG-21 વિમાન રવાના કર્યું હતું. તેમને F-16નો પીછો કરતા તેને તોડી પાડ્યું હતું જે પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં જઈને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

નામ ના જાહેર કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, ટકરાવ એ સમયે શરૂ થયો જયારે પાકિસ્તાન એર ફોર્સના ૧૦ એરક્રાફટ LoC પર ભારતીય સૈન્ય અડ્ડાઓ પર તરફ આગળ વધતા નજરે પડ્યાં. આ સાથે જ ભારત તરફથી રશિયન બનાવટના ૨ MiG-21 અને સુખોઈ-૩૦ MKI યુદ્ઘ વિમાનોએ પવનવેગે ઉડાન ભરી.

આ દરમિયાન MiG-21ના પાયલટ અભિનંદને પાકિસ્તાનના F-16 પર R73 મિસાઈલ દાગી. એકદમ સટીક નિશાન લગાવીને અભિનંદન તરફથી દાગવામાં આવેલી આ મિસાઈલે પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું. જોકે આ વિમાન પાકિસ્તાનની સરહદમાં જઈને પડ્યું હતું અને જોતજોતામાં જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના આ યુદ્ઘ વિમાનો ટુ સીટર હતાં અને તેમણે ત્રણ જુદા જુદા એસબેઝ પરથી ઉડાન ભરી હતી.

ભારતમાં નાપાક ઈરાદાઓ સાથે પ્રવેશેલા આ પાકિસ્તાની યુદ્ઘ વિમાનો ભારતીય એરફોર્સના વિમાનોને જોતા જ પોતાની સરહદમાં ઉભી પૂંછડીયે ભાગ્યા હતાં. જેમાં પાકિસ્તાનને એક F-16માં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક ભારતીય અધિકારીના જણાવ્યા પ્રમાણે MiG-21 દ્વારા તોડી પાડવામાં આવેલું પાકિસ્તાની જેટને આપણા સૈનિકોએ તુટી પડતા નજરે જોયું હતું.

જોકે આ દરમિયાન MiG-21ના વિંગ કમાન્ડર અભિનંદન LoC ક્રોસ કરી ગયા અને તેમનું વિમાન પણ તુટી પડ્યું અને તેઓ હાલ પાકિસ્તાનના કબજામાં છે.

(3:34 pm IST)
  • પાકિસ્તાન આતંકી વિરૂધ્ધ કરે કડક કાર્યવાહીઃ જાપાન : :અમેરીકા, ફાંસ, બ્રિટન, ઇઝરાયલ બાદ જાપાન પણ ભારતના સમર્થનમાં જાપાને પુલવામાં હુમલાની કડક શબ્દોમાં કરી નિંદા: બંને દેશો વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવે: એનએસએ અજીત ડોભાલે અમેરીકાના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત: ઙ્ગ યુએનએસસીથી મસુદની સંપતિ પણ જપ્ત કરવાની માગઃ ૧૫ સભ્યો સુરક્ષા પરિષદમાં ફ્રાંસ, અમેરીકા, બ્રિટને રજુ કર્યો પ્રસ્તાવ :: સરકારે પાકિસ્તાને ભારતનો પાયલોટ સુરક્ષીત મુકત કરવા કહયું : ભારતની માગણી પર પાકિસ્તાને હજી સુધી કોઇ જવાબ નથી આપ્યોઃ કાલે રાત્રે પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી (૪૦.૫) access_time 3:43 pm IST

  • આવતીકાલે ભારતીય પાયલોટ અભિનંદનને છોડી મૂકવામાં આવશે : પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનની જાહેરાત access_time 4:49 pm IST

  • જવાનોની શહાદત પર રાજનીતિ છોડો :સંયમ જાળવી રાખો અને ઝાંબાઝ પાયલોટને પાછો લાવો : અખિલેશ યાદવ : બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તંગદિલ સ્થિતિ : પાકિસ્તાનની સેનાએ લડાકુ વિમાનોથી ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું :જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાક,ની પાંચ ચોકીઓ ફૂંકી મારી :સપાના પ્રમુખ અખિલેશ યાદવે સંયમ રાખવા કહ્યું access_time 1:10 am IST