Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત- પાકિસ્તાન યુધ્ધ થાય તો અમારૂ શું?: સીમાવર્તી સ્થાનીકોની મુંઝવણ

આંતરરાષ્ટ્રીય સીમાના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઃ પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો ડર

જમ્મુઃ આંતરરાષ્ટ્રીય સીમા ઉપર ભારત- પાકિસ્તાનના સૈન્યની મુવમેન્ટ ખુબ જ વધી ગઈ છે. પંજાબ સાથે જોડાયેલ જમ્મુ- કાશ્મીરની સીમાના કઠુઆ જીલ્લાના, પહાડપુરથી લઈને અખનુર સુધી પાકિસ્તાની સેના દ્વારા ટેંન્કો સહીતના શસ્ત્ર સરંજામની તૈનાતીથી ભારતીય સીમાના ગામોના લોકો ચિતિંત છે. જનજીવન પણ પ્રભાવીત બન્યુ છે. સાથો સાથ પાકિસ્તાને બે બ્રીગેડ પણ મૂકી છે.ભારતીય જવાનો પણ સમગ્ર હલચલ ઉપર નજર રાખી રહ્યા છે. પોતાની ચોકસી વધારી દીધી છે. પાકિસ્તાની સૈન્યને ઈંટનો જવાબ પથ્થરથી આપવા પુરી રીતે સજજ છે.દરમિયાન સીમાવર્તી વિસ્તારોના લોકોમાં પ્રશ્ન ઉભો થઈ રહયો છે કે યુધ્ધની પરિસ્થિતિમાં તેમનું શું થશે કેમ કે બન્ને દેશો પરમાણુ શકિતથી સંપન્ન છે. અહીં સામાન્ય ચહેલ- પહેલ બંધ છે. રાતે બે મુદતી કફર્યુ લાદી દેવાયો છે. લોકો પોતાના ઘરમાં રહી ટીવી- રેડીયોના માધ્યમથી પળે પળની ખબર મેળવી રહ્યા છે.

(3:34 pm IST)